SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ઉદ્યોત: ૬, ૨૮૫ કેવી (થશે) ? (એમ કહેતા હો તો તે પર કહે છે) બીજાના (મતમાં) ઉપનિબદ (શબ્દનિરપેક્ષ ઉત્કૃષ્ટ ધ્વનિરૂપ) અર્થથી(યુક્ત રચનામાં જેમ, કેવળ અર્થની વિશિષ્ટતાથી) કાવ્ય વ્યવહાર (તે કરે) છે, એ પ્રકારે, આ જાતના (અર્ધ નિરપેક્ષ શબ્દરચનામાત્ર) કાવ્યસંદર્ભોમાં પણ (કાવ્ય વ્યવહાર) થવા લાગશે. એથી અર્થનિરપેક્ષ અક્ષરરચનામાત્ર, રચના સૌંદર્યનો હેતુ નથી.) ७ કારિકા-૭ અને વૃત્તિ : અર્થની અનંતતા ફક્ત વ્યંગ્યાર્થને કારણે જ આવે છે એમ નથી, વાચ્યાર્થની અપેક્ષાએ પણ (અર્થની અનંતતા, નૂતનતા) આવે છે. તેનું પ્રતિપાદન કરવાને કહે છે – “શુદ્ર (વ્યંગ્યનિરપેક્ષ) વાચ્ય અર્થની પણ અવસ્થા, દેશ, કાલ આદિની વિશેષતાથી સ્વભાવતઃ અનંતતા થઈ જ જાય છે.’’ ( અવસ્થાભેદથી નવત્વ.) શુદ્ધ (અર્થાત્) વ્યંગ્યની અપેક્ષા ન રાખનારા વાચ્યનું આનન્ત્ય જ સ્વભાવથી ઉત્પન્ન થાય છે. વાચ્ય અર્થોનો એ સ્વભાવ છે કે ચેતન અને અચેતનની અનંતતા, અવસ્થાભેદથી, દેશભેદથી, કાલભેદથી પોતાના સ્વરૂપના લક્ષણભેદથી, થાય છે. આમ ગોઠવાયેલા તેઓ (વાચ્ય પ્રકારો) અનેક પ્રસિદ્ધ સ્વભાવોને અનુસરતી ‘સ્વભાવોક્તિ’ મુજબ જ્યારે રચાય છે ત્યારે તો કાવ્યાર્ય નિરવધિ જ બને છે. તેમાંથી અવસ્થાભેદને લીધે નવીનતા, જેમ કે ‘કુમારસંભવ’માં ‘સર્વોપમાદ્રવ્યસમુયેન (સર્ગ-૧) અર્થાત્ ‘સમસ્ત ઉપમા દ્રવ્યોના સમૂહથી’...ઇત્યાદિ ઉક્તિઓથી પહેલાં ભગવતી પાર્વતીનું રૂપવર્ણન પૂરું થઈ જાય છે, છતાં ફરીથી શંભુની નજરે પડે છે ત્યારે ‘વસન્તપુષ્પામરનું વદન્તી' અર્થાત્ ‘વસંતનાં પુષ્પોનાં આભરણ ધારણ કરતી' (સર્ગ-૩) ઇત્યાદિથી કામદેવના ઉપકરણ રૂપમાં પ્રકારાન્તરથી ફરી (બીજીવાર) વર્ણન કરવામાં આવ્યું છે. અને ફરીથી નવા વિવાહના સમયે પ્રસાધિત થતી તેનું (પાર્વતીનું) ‘“તાં પ્રાક્રુÎ તંત્ર નિવેશ્ય તન્વીક્’ અર્થાત્ ‘તે કૃશાંગીને પૂર્વ તરફ મુખ કરીને બેસાડીને’...ઇત્યાદિ ઉક્તિઓથી નવા જ પ્રકારના રૂપના સૌષ્ઠવનું નિરૂપણ છે. અને તે કવિના એક જ જગ્યાએ ફરી ફરીને કરેલા તે વર્ણન પ્રકારો પુનરુક્તત્વથી કે નવનવાર્થના અભાવથી ભરેલા દેખાતા નથી. આ અમે ‘વિષમ બાણલીલા’માં દર્શાવ્યું જ છે. – ‘પ્રિયાઓના જે હાવ-ભાવ અને સુકવિઓની વાણીના જે અર્થો છે એમની નથી કોઈ અવિધ હોતી અને નથી તે પુનરુક્ત લાગતા.’’ વળી આ બીજો અવસ્થાભેદનો પ્રકાર છે કે હિમાલય, ગંગા વગેરે બધા અચેતન (પદાર્થો)નું અભિમાની (દેવતા) રૂપમાં બીજું ચેતનરૂપ (પણ) પ્રસિદ્ધ છે. તે ઉચિત ચેતનાના વિષયના સ્વરૂપની યોજનાથી રચાતાં (કંઈક) જુદું જ થઈ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy