SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ઉદ્યોત : ૩, ૪ મહાકવિએ આ બાબત એક ગાથા પણ કરી છે. ‘“મહાકવિઓની વિકટ વાણી સર્વોત્કૃષ્ટ છે. જે એ પ્રકારે (રમણીયરૂપમાં) ન પણ રહેલ હોય તેવા પદાર્થોને હૃદયમાં એ પ્રકારે (રમણીય રૂપમાં) રહેલ હોય એમ નિવેશ કરી દે છે. (અર્થાત્ સ્થાપી દે છે.) ૨૭૫ આ રીતે રસ, ભાવ વગેરેનો આશ્રય લેવાથી કાવ્યાર્થ અનંત બની જાય છે, એવું સારી રીતે પ્રતિપાદિત કર્યું. કારિકા-૪ અને વૃત્તિ : તેનું જ ઉપપાદન કરવા માટે (દઢ કરી સમજાવવા) કહે છે- ‘‘કાવ્યમાં પહેલાં જોયેલ અર્થ પણ રસને પામીને બધા નવા જેવા લાગે છે, જેમ મધુમાસમાં ( = વસંતઋતુમાં) વૃક્ષો.'' જેમ કે-વિવક્ષિતાન્યપરવાચ્ય (ધ્વનિના) શબ્દશત્યુદ્ભવરૂપ (અનુરણનવ્યંગ્ય= ) સંલક્ષ્યક્રમવ્યંગ્ય ભેદના આશ્રયથી નવત્વ, જેમકે ‘‘પૃથ્વીને ધારણ કરવાને માટે હવે તણે ‘શેષ’ છો (ધરનીધારળાયાધુના સ્વં રાવે...) ઇત્યાદિમાં. (. ૩/૧ની વૃત્તિમાં) ‘‘શેષનાગ, હિમાલય અને તમે મહાન (વિપુલ આકારવાળા તથા મહત્ત્વશાલી) ગુરુ (પૃથ્વીનો ભાર સહન કરવાને સમર્થ અને પ્રતિષ્ઠિત) અને સ્થિર (અચલ તથા દઢ પ્રતિજ્ઞ) છો. કેમ કે તમે જ મર્યાદાનું અતિક્રમણ કર્યા વગર ચાલતી (કંપતી અને સામાજિક મર્યાદાથી વ્યુત થતી) પૃથ્વીને ધારણ (તથા પાલન) કરો છો.’’ ઇત્યાદિ છે તો પણ. તેના જ અર્થશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યના આશ્રયથી નવત્વ જેમ કે ‘‘Ë વિિન લેવા’’(=દેવર્ષિ વડતાં એવું...ઈ.) (ધ્વ. ૨/૨૨ વૃત્તિનો શ્લોક) શ્લોકનું, “વરના સંબંધમાં વાતચીત કરાતાં, રોમાંચ ફૂટતાં અંદરની લજ્જાથી નમેલાં મુખવાળી કુમારીઓ સ્પૃહા (અભિલાષા)ને સૂચવે છે.'' ઇત્યાદિ શ્લોક હોવા છતાં પણ. અર્ધશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યનું (=સંલક્ષ્યક્રમવ્યંગ્યનું) ‘કવિપ્રૌઢોક્તિનિર્મિત’ શરીરની દ્વારા નવીનતા જેમકે ‘સન્નયતિ સુરમિમાસો' અર્થાત્ ‘સુરભિમાસ (વસંતમાસ) સજ્જ કરે છે.’ (ધ્વ. ૨/૨૪ની વૃત્તિ) ઇત્યાદિનું ‘વસંતઋતુ આવતાં આમ્રમંજરીઓની સાથે જ પ્રણયીઓની રમ્ય ઉત્કંઠાઓ પણ એકાએક પ્રાદુર્ભૂત થાય છે.’’ વગેરે છે તો પણ અપૂર્વત્વ જ છે. અર્યશક્તિથી નીપજતો ‘કવિનિબદ્ધવક્ત પ્રૌઢોક્તિ’વાળો અનુરણનરૂપ વ્યંગ્ય હોય ત્યારે નવત્વ જેમકે- ‘વાશિના ઇસ્તિવન્તા ’અર્થાત્ ‘હાથીદાંત અહીં ક્યાંથી...ઈ. (. ૩/૧ની વૃત્તિ) ગાયાના અર્થની ‘“એક બાણના જ પ્રયોગથી (મઠમત્ત હાથીઓને મારીને) હાથણીઓને વિધવા કરનાર મારા પુત્રને અભાગણી વહુએ એવો કરી દીધો છે (નિરંતર સંભોગને લીધે માયકાંગલો) કે હવે ભાથો (ખાણથી ભરેલ) લાદીને ફરે છે.’’
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy