SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉઘોતઃ ૪૬, ૪૦, ૪૮ २६७ કારિકા-૪૬ અને વૃત્તિઃ “સત્કાવ્ય કરવા અથવા સમજવા ઉદ્યત સજજ્ઞોએ આ પ્રકારે ઉક્ત લક્ષણવાળો જે ધ્વનિ છે તેનું પ્રયત્ન કરીને વિવેચન કરવું જોઈએ.” કહેલ સ્વરૂપવાળા ધ્વનિના નિરૂપણમાં નિપુણ સત્કવિઓ અને સહૃદયો ચોક્કસ જ કાવ્યના વિષયમાં અત્યંત પ્રકર્ષ પકવીને પ્રાપ્ત કરે છે. કારિકા-૪૭ અને વૃત્તિ : “અસ્કુટરૂપથી પ્રતીત થનાર આ પૂર્વોક્ત કાવ્યતત્ત્વની વ્યાખ્યા કરી શકવામાં અસમર્થ (વામન વગેરે) એ રીતિઓ (વૈદર્ભો, ગૌડી વગેરે) પ્રચલિત કરી હતી.” આ ધ્વનિના પ્રતિપાદનથી હવે જેનું સ્વરૂપ નિર્ણોત થયું છે, તે કાવ્યતત્ત્વ જ્યારે (વામન વગેરેના સમયમાં) અસ્કુટરૂપે સુર્યું હતું ત્યારે (એનું) પ્રતિપાદન કરવામાં અસમર્થ (વામન આદિ આચાર્યો) એ વિદર્ભો, ગૌડી, પાંચાલી આદિ રીતિઓ પ્રચલિત કરી. રીતિનું લક્ષણ કરનારાઓને આ કાવ્યતત્ત્વ અસ્કુટરૂપથી સહેજ સુર્યું હતું એમ પ્રતીત થાય છે. એનું (અમે હવે) અહીં સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરી દીધું. એટલે હવે (ધ્વનિથી ભિન્ન) અન્ય રીતિ લક્ષણની જરૂર નથી. કારિકા-૪૮ અને વૃત્તિ આ કાવ્ય સ્વરૂપ (ધ્વનિ) જાણી લેવાથી કેટલીક (ભટ્ટ ઉભટ વગેરેએ સમજાવેલી ઉપનાગરિકા આદિ) શબ્દાશ્રિત અને બીજી (ભરત વગેરે એ સમજાવેલી કેશિક આદિ) અર્વાશ્રિત વૃત્તિઓ પણ (રીતિઓની જેમ વ્યાપક ધ્વનિમાં) પ્રકાશિત થઈ જાય છે.” | વ્યંગ્ય વ્યંજકભાવ'ના વિવેચનવાળાં કાવ્યનું આ લક્ષણ જણાઈ જાય એટલે જે જે શબ્દ તત્ત્વને આશ્રયે રહેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ પ્રસિદ્ધ છે તે તથા અર્થતત્ત્વથી સંબદ્ધ કેશિડ્યાદિ વૃત્તિઓ છે તે પૂર્ણરૂપથી રીતિ માર્ગનું અવલંબન કરે છે. (અર્થાત્ રીતિની સ્થિતિમાં આવી જાય છે. અન્યથા અદષ્ટ અર્થોની જેમ જ વૃત્તિઓ અશ્રદ્ધેય જ થઈ જશે, અનુભવસિદ્ધ નહીં. આ રીતે સ્કુટરૂપથી જ આ ધ્વનિનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. જ્યાં કેટલાક શબ્દો અને અર્થોનું ચા–વિશેષ, રત્નોના જાત્યત્વ (ઉત્કૃષ્ટત્વ)ની જેમ, વિશેષશસંવેદ્ય અને અવર્ણનીય (અનાખેય) રૂપમાં પ્રતીત થાય છે, એ કાવ્યમાં ધ્વનિ વ્યવહાર હોય છે.” કોઈએ આ જે ધ્વનિનું લક્ષણ કહ્યું છે તે અયોગ્ય અને એથી કહેવા લાયક નથી. કેમકે શબ્દોની સ્વરૂપાશ્રિત વિશેષતા છે . કિલષ્ટ ન હોય એ રીતે પ્રયુક્તનો પ્રયોગ ન કરવો. (અર્થાત્ શ્રુતિક વગેરે દોષો ન હોય અને તેનો વારંવાર પ્રયોગ ન થયો હોય.) વાચકના આશ્રયે રહેલ વિશેષ તે ‘પ્રસાદ’ અને ‘વ્યંજત્વ છે. આર્યોનો વિશેષ એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હોય વ્યંગ્યાર્થપરક હોય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હોય. એ બંને (શબ્દગત તથા અર્ધગત) વિશેષ (ધર્મ) વ્યાખ્યા કરવા યોગ્ય છે અને તેમની અમે) બહુ પ્રકારે વ્યાખ્યા કરી છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy