SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉધોતઃ ૪૩, ૪૪ ૨૨૧ અને જ્યારે ચાક્તિઓમાં (ખુશામતભરી પ્રશસ્તિમાં) કે દેવતા સ્તુતિઓમાં રસાદિની ગૌણ પણે વ્યવસ્થા હોય અને હૃદયવતી' નામના પ્રકારની સદ્ધયોએ રચેલી કોઈ ગાથાઓમાં વ્યંગ્યવિશિષ્ટ વાચ્યમાં પ્રાધાન્ય હોય ત્યારે પણ ‘ગુણીભૂતવ્યંગ્ય ધ્વનિના નિષ્કન્દ રૂપ જ છે એ પહેલાં કહી ગયા છીએ. તો આમ (ધ્વનિ જ મુખ્ય હોવાથી) આધુનિક કવિઓને માટે કાવ્યનીતિનો ઉપદેશ (શિક્ષણ) કરવામાં (સ્થિતિ આ પ્રકારે છે કે, પ્રાથમિક અભ્યાસાર્થી ભલે જ ‘ચિત્ર’ (કાવ્ય)નો ઉપયોગ કરે, પણ પરિપક્વોને માટે (સિદ્ધ કવિઓને માટે) તો ધ્વનિ જ (એકમાત્ર) કાવ્ય છે. આ સ્થિતિ છે. (સિદ્ધ છે) તે આ પ્રકારે આ સંગ્રહ (શ્લોકો) છે જે કાવ્યમાર્ગમાં (શાવ્યાધ્વનિ) રસ કે ભાવ અથવા ગોપવીને (છૂપાવીને) કહેલ વસ્તુ યા કેવળ અલંકાર, તાત્પર્યના રૂપમાં પ્રકાશિત થાય છે તે એકમાત્ર વ્યંગ્યપ્રાધાન્યને આધીન થનારો ધ્વનિ, સહૃદયી લોકો દ્વારા વિષયી (ત્રણ પ્રકારના ધ્વનિ જેનો વિષય છે એવો પ્રધાન) સમજવો જોઈએ.” કારિકા-૪૪ અને વૃત્તિ: - અલંકારો સહિત, ગુણીભૂતવ્યંગ્યોની સાથે અને પોતાના ભેદોની સાથે સંકર તથા “સંસૃષ્ટિ થી (ધ્વનિ) વળી અનેક પ્રકારનો પ્રકાશિત થાય છે” તે ધ્વનિ'ની પોતાના ભેદો સાથે તથા ‘ગુણીભૂતવ્યંગ્ય’ અને વાચ્યાલંકાર સાથે ‘સંકર’ અને ‘સંસૃષ્ટિની વ્યવસ્થા કરાય છે ત્યારે લક્ષ્યમાં (કાવ્યમાં) તેના ઘણા ભેદો દેખાય છે. જેમ કે “સ્વપ્રભેદસંકીર્ણ”, “સ્વપ્રમેહસંસૃષ્ટ', 'ગુણીભૂતવ્યંગ્યસંકીર્ણ’, ‘ગુણીભૂતસંસૃષ્ટ', બીજા વાચ્યાલંકારથી સંકીર્ણ, બીજા વાચ્યાલંકારથી સંસૃષ્ટ, સંસૃણાલંકાર સંકીર્ણ, સંસૃષ્ટાલંકાર સંસૂષ્ટ વગેરે ઘણા પ્રકારનો ધ્વનિ પ્રકાશિત થાય તેમાં પોતાના પ્રભેદથી સંકીર્ણત્વ (સંકરપણું) ક્યારેક અનુગ્રાહ્યઅનુગ્રાહકભાવથી થાય છે. જેમ કે “gવંવારિરિ દેવ' ઇત્યાદિમાં. ( દેવર્ષિ વદતાં એવું...ઈ. શ્લોક અગાઉ આવી ગયો છે.) અહીં અર્થશક્તિથી ઉપજતા અનુરણનરૂપી વ્યંગ્યધ્વનિ પ્રભેદથી, અલક્ષ્યમવ્યંગ્યધ્વનિ’નો પ્રત્યેક અનુગ્રહતો પ્રતીત થાય છે. એમ ક્યારેક બે પ્રભેદોના સંપાત (સમૂહ)ના સંદેહથી. જેમ કે હે દિયર ! ઉત્સવમાં પરોણી (મહેમાન થઈ આવેલી) તારી પત્નીને કંઈ કહેવામાં આવ્યું છે એટલે તે સૂના વલભીઘરમાં રહે છે. તે બિચારીને મનાવી લે.” અહીં ‘મનુનીયતા' ( મનાવી લે) એ પદ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ રૂપથી અને ‘વિવક્ષિતા પરવાચ્ય રૂપથી સંભવે છે. બેમાંથી કોઈ એક પક્ષના નિર્ણયમાં પ્રમાણ નથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy