SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ તૃતીય ઉદ્યોતઃ ૩૯, ૪૦ આ (પ્રતીયમાન)ની છાયા યા વ્યંગ્યના સંસ્પર્શથી સુપ્રસિદ્ધ અર્થમાં પણ કંઈક અનિર્વચનીય (નવું) સૌંદર્ય આવી જાય છે, જેમકે ‘કામદેવની આજ્ઞાનું પાલન કરવામાં મુગ્ધાક્ષીના કોઈ અનિર્વચનીય લીલાવિલાસ વિશ્વાસપૂર્વક પ્રગટયા છે જે પ્રતિક્ષણ નવા રૂપે દેખા દે છે, તેનું ભાવન, એકાંતમાં બેસીને કેવળ ચિત્તથી જ સતત કરવા જેવું હોય છે.’’ એમ અહીં પણ ‘પિ’ (=કોઈ, અનિર્વચનીય) શબ્દથી વાચ્યને અસ્પષ્ટ રીતે કહેતાં જ અકિલષ્ટ, અનંત, વ્યંગ્યને બતાવતા કવિએ કઈ રમણીયતા ઉપજાવી નથી કારિકા-૩૯ અને વૃત્તિ : ‘“કાકુને લીધે જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવામાં આવે છે તે વ્યંગ્યાર્થ ગૌણ હોવાથી આમાં (ગુણીભૂતવ્યંગ્ય પ્રકારમાં) સમાઈ જાય છે.’’ અને ‘‘કાકુ’થી આજે બીજા અર્થની પ્રતીતિ ક્યારેક દેખાય છે, તે વ્યંગ્યાર્થનો ગુણીભાવ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય નામના કાવ્યભેદની અંતર્ગત હોય છે. જેમકે‘‘મારા (ભીમના) જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રો સ્વસ્થ રહે !’’ અથવા જેમ ‘‘સારું, અમે તો અસતી છીએ; પતિવ્રતા ! હવે બસ કરો. આપે આપનું ચરિત્ર ભ્રષ્ટ નથી કર્યું. અને અમે તો (સામાન્ય) માણસની પત્નીની જેમ (નાપિતની) ગાંયજાની કામના નથી કરી. શબ્દશક્તિ જ, પોતાના વાચ્યાર્થના સામર્થ્યથી સૂચવાતા ‘કક્કુ’ની સહાયતાથી અર્થવિશેષ (વ્યંગ્ય)ની પ્રતિપત્તિ (પ્રતીતિ)નું કારણ છે, ‘કાકુ’માત્ર જ નહીં. બીજા વિષયમાં સ્વેચ્છાએ કરેલ માત્ર ‘કાકુ'થી તેવા અર્થની પ્રતિપત્તિનો અસંભવ હોવાથી. અને તે (કાકુથી આક્ષિસ) અર્થ કાડુવિશેષની સહાયતાથી શબ્દવ્યાપાર ( અભિધા)માં રહેલ છે, છતાં અર્થના સામર્થ્યથી લભ્ય છે માટે વ્યંગ્યરૂપ છે. વાચકત્વને અનુસરવાથી જ જો તેને લગતી વાચ્યપ્રતીતિ હોય તો એ અર્થના પ્રકાશક કાવ્યમાં ગુણીભૂતવ્યંગ્યરૂપથી વ્યપદેશ થાય છે (એ નામ જ અપાય છે.) વિશિષ્ટ વાચ્યને બતાવનાર વ્યંગ્યનું જ ‘ગુણીભૂત વ્યંગ્યત્વ’ છે. કારિકા-૪૦ અને વૃત્તિ : ‘અને જે યુક્તિથી (તર્કથી) આ પ્રભેદનો (ગુણીભૂતવ્યંગ્યનો) વિષય પ્રતીત થાય છે, સહદયોએ ત્યાં ધ્વનિયોજના નહીં કરવી જોઈએ.’’ (અર્થાત્ સહૃદયોએ તેને ધ્વનિ નહીં કહેવો જોઈએ.) ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યના મિશ્રણનો પણ કોઈ માર્ગ કાવ્યમાં (લક્ષ્યમાં) જોવામાં આવે છે. તેમાં જેની યુક્તિ સહાયતા હોય ત્યાં તેનાથી નામકરણ કરવું જોઈએ. સર્વત્ર ધ્વનિના અનુરાગી નહીં થવું જોઈએ. જેમ કે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy