SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ તૃતીય ઉઘોતઃ ૩૩ અભિપ્રાયરૂપ વ્યંગ્યમાં લિંગતાધી શબ્દોનો વ્યાપાર છે અને તેના દ્વારા વિષયીકૃત (અર્થ)માં પ્રતિપાદ્યરૂપથી અભિપ્રાયરૂપ અને અનભિપ્રાયરૂપ તે પ્રતીયમાનમાં વાચકત્વથી જ વ્યાપાર થશે કે બીજા સંબંધથી? વાચકત્વથી તો નહીં થાય એ પહેલાં કહ્યું જ છે. બીજા સંબંધથી તો વ્યંજકત્વ જ થાય છે. વ્યંજત્વ લિંગ ત્વરૂપ નથી હોતું કેમકે આલોક ઇત્યાદિમાં અન્યથા દેખાય છે (માટે). માટે પ્રતિપાઘ વિષય, વાચ્યની પેઠે લિંગિcથી શબ્દનો સંબંધી નથી. (અર્થાતુ જેમ વાચ્ય અર્થ શબ્દથી અનુમેય નથી એ પ્રકારે વ્યંગ્ય અર્થ પણ શબ્દથી અનુમેય નથી.) જે લિંગી રૂપથી તેમનો સંબંધી છે, જે વિષય દર્શાવી દીધેલ છે, તે વાચ્યરૂપથી પ્રતીત થતો નથી, પણ ઉપાધિરૂપથી (પ્રતીત થાય છે) અને પ્રતિપાદ્ય વિષય, લિંગી હોવામાં તેના સંબંધની લૌકિક લોકો દ્વારા જ કરવામાં આવેલ વિપ્રતિપત્તિઓનો અભાવ પ્રસિદ્ધ થશે. (પ્રાપ્ત થશે) આ કહી દીધું છે. જેમ વાચ્યના વિષયમાં, (અનુમાન વગેરે) બીજ પ્રમાણોને અનુસરીને, ક્યારેક સત્યાસત્યતાની પ્રતીતિ કરાય છે ત્યારે, તે બીજાં પ્રમાણોનો વિષય હોય તોપણ, તેથી તે શબ્દવ્યાપારનો વિષય મટી જતો નથી, તેવી રીતે વ્યંગ્યમાં પણ .(તેને વ્યંજનારૂપ શબ્દ વ્યાપારનો વિષય માનવામાં કંઈ વાંધો નથી.) કાવ્યના વિષયમાં વ્યંગ્યપ્રતીતિના સત્યત્વ અને અસત્યત્વના નિરૂપણનું અપ્રયોજકત્વ હોવાથી તેમાં બીજા પ્રમાણના વ્યાપારનો વિચાર ઉપહસનીય જ બને. માટે લિંગિ-પ્રતીતિ (=અનુમિતિ) જ સર્વત્ર વ્યંગ્યપ્રતીતિ છે એમ ન કહી શકાય. અને જે અનુમેયરૂપ વ્યંગ્યના વિષયમાં શબ્દોનું વ્યંજકત્વ છે, તે ધ્વનિવ્યવહારનું પ્રયોજક નથી. પણ વ્યંજકત્વ નામે શબ્દોનો વ્યાપાર ઔત્પત્તિક શબ્દાર્થના સંબંધવાદીએ પણ સમજવો જ જોઈએ, એ દર્શાવવા આ કહ્યું છે. વાચક અને અવાચક શબ્દોના એ વ્યંજત્વને ક્યારેક અનુમાનથી (લિંગ7થી) ક્યારેક રૂપાન્તરથી (બીજા કોઈ રૂપથી થતું હોય છે એ રીતે) બધા વાદીઓએ (મતવાળાઓએ) માનવું જ પડશે, (અપ્રતિક્ષેપ્ય સ્વીકાર્યા વિના છૂટકો નથી તેવું) એથી અમે યત્ન ર્યો છે. તો આ રીતે ગુણવૃત્તિ અને વાચત્વ આદિ શબ્દપ્રકારોથી વ્યંજકત્વ નિયમપૂર્વક (અવશ્ય) ભિન્ન છે. તેને (વ્યંજકત્વને) હઠપૂર્વક તેની (અભિધા અથવા ગુણવૃત્તિ-લક્ષણાની) અંતર્ગત માનવાથી પણ, તેના વિશેષ પ્રકાર ધ્વનિના મતભેદોનું નિરાકરણ કરવા માટે અથવા સયોની વ્યુત્પત્તિ (જ્ઞાન) માટે જે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે તેનો અસ્વીકાર કરી શકાતો નથી અનતિપેય 4). સામાન્યના જ લક્ષણથી, ઉપયોગી વિશેષ લક્ષણોનો નિષેધ કરવો શક્ય નથી. એમ હોય તો, અસ્તિત્વમાત્રનું (સત્તા માત્રનું) લક્ષણ કરીએ એટલે પછી અસ્તિત્વ ધરાવતી બધી વસ્તુનું લક્ષણ પુનરુક્ત બનશે (વ્યર્થ થઈ જશે).
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy