SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૩૩ २२६ પણ રસાદિવિષયનું વ્યંજકત્વ છે. પણ તેમનામાં વાચકત્વ અથવા લક્ષણા કોઈપણ પ્રકારે દેખાતાં નથી. શબ્દથી ભિન્ન (ચેષ્ટા વગેરે) વિષયમાં પણ વ્યંજત્વ દેખાય છે તેથી તેને વાચક– આદિ રૂપ શબ્દધર્મ પ્રકાર કહેવાનું અયોગ્ય છે. જો વાચકત્વ અને લક્ષણાદિ શબ્દપ્રકારોનું વ્યંજકત્વ, તે પ્રસિદ્ધ (વાચકત્વ તથા ગુણવૃત્તિરૂપ) પ્રકારોથી જુદી રીતે છે તો પણ જુદા પ્રકારથી માનવામાં આવે છે તો (તમે) એને શબ્દનો જ જુદો પ્રકાર કેમ નથી માનતા? તો આમ, શાબ્દ વ્યવહારમાં ત્રણ પ્રકારો છે વાચકત્વ (=અભિધા), ગુણવૃત્તિ ( લક્ષણા) અને વ્યંજત્વ (=વ્યંજના). તેમાંથી વ્યંજત્વમાં જ્યારે વ્યંગ્યનું પ્રાધાન્ય હોય છે ત્યારે ધ્વનિ (કાવ્ય) કહેવાય છે અને તેના ‘અવિવક્ષિતવાચ્ય અને ‘વિવક્ષિતાજપરવાચ્ય’ (લક્ષણામૂલ અને અભિધામૂલ) એ બે પ્રભેદ ક્રમ પ્રાપ્ત થાય છે તે પહેલું સવિસ્તર ચર્ચી ગયા છીએ. (પૂર્વપક્ષ) અન્ય (કોઈ) કહે, “વિવક્ષિતા પરવાચ્યધ્વનિમાં ગુણવૃત્તિતા (લક્ષણા હોવા પણું) નથી એમ જે કહો છો તે બરાબર, કેમકે જ્યાં (‘વિવક્ષિતા પરવાચ્યધ્વનિમાં) વાચ્ય-વાચક (અર્થ અને શબ્દો ની પ્રતીતિ પૂર્વક (વ્યંગ્યરૂ૫) અર્થાન્તરની (બીજા અર્થની) પ્રતીતિ થાય છે ત્યાં ગુણવૃત્તિ (લક્ષણા) છે એમ શી રીતે કહી શકાય ? ગુણવૃત્તિમાં જ્યારે કોઈક કારણથી અત્યંતતિરસ્કૃત સ્વાર્થવાળો શબ્દ, (અર્થાત્ શબ્દ પોતાના અર્થનો પૂરેપૂરો તિરસ્કાર કરીને) જેમ કે અગ્નિ માણવકમાં, બીજા અર્થમાં વપરાય છે, અથવા પોતાના અર્થનો અમુક અંશ જળવાઈ રહે અને તેના સંબંધ દ્વારા બીજો અર્થનો બોધ કરાવે, એ રીતે વપરાય જેમ કે ‘ગંગા ઉપર ઘોષ” ત્યારે ત્યાં ‘વિવક્ષિતવાચ્યત્વ’ છે એમ કહેવું યોગ્ય નથી અને એથી ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિમાં વાચ્ય અને વાચક બંનેની પણ સ્વરૂપ પ્રતીતિ અને અર્થનું અવગમન (જ્ઞાન) દેખાય છે તેથી તેમાં વ્યંજત્વ વ્યવહાર યુક્તિસંગત છે. પોતાનું રૂપ પ્રકાશતાં જ બીજાને પ્રકાશે તે વ્યંજક છે એમ કહેવાય છે. તેવા વિષયમાં વાચક–નું (=અભિધાનું) વ્યંજત્વ છે એમ ગુણવૃત્તિ વ્યવહારમાં નિયમપૂર્વકન કહી શકાય (અર્થાત્ “વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ ગુણવૃત્તિરૂપ નથી તે બરાબર છે). (પણ) “અવિવક્ષિતવાચ્યધ્વનિ ગુણવૃત્તિથી (લક્ષણાથી) કેવી રીતે ભિન્ન છે ? તેના બે પ્રભેદોમાં (અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને અત્યંતતિરસ્કૃતવાચ્ય)માં ગુણવૃત્તિના બે પ્રભેદો (ઉપચાર અને લક્ષણારૂપ) કેમકે, દેખાય છે જ. (ઉત્તરપક્ષ) આ પણ દોષ નથી. કેમ કે “અવિવક્ષિતવાચ્યધ્વનિ ગુણવૃત્તિના (લક્ષણાના) આશ્રયે પણ રહે છે, પણ તે ગુણવૃત્તિરૂપ (લક્ષણા સ્વરૂપ) નથી. ગુણવૃત્તિ (=લક્ષણા) કોઈ વાર વ્યંજકત્વશૂન્ય પણ હોય છે. (જેમ કે લાવણ્ય વગેરે પદોમાં) અને વ્યંજકત્વ પૂર્વોક્ત ચારુત્વહેતુ વ્યંગ્યવિના રહેતું નથી. (તેથી ગુણવૃત્તિ-લક્ષણા-અને “અવિવક્ષિતવાચ્યધ્વનિ એક નથી)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy