SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૩૩ ૨૧૯ પદપ્રકાશ ‘શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિ'માં પણ, (અર્થાત્ શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં પણ) (જેનું ઉદાહરણ અગાઉ ૩/૧ની વૃત્તિમાં પ્રાણું ઘનૈર્થિનનસ્ય વાચ્છી ઈ. શ્લોકમાં આપ્યું છે, તેમાં) બને અર્થના (#પ અને મમ્) સંબંધને યોગ્ય વિશેષણની યોજના જોડનાર શબ્દ વગર જ, અશાબ્દ (શબ્દમાં ન કહેલી) છે છતાં, અર્થથી સમજાય છે. માટે અહીં પણ આગળની પેઠે જ (અર્થાત્ વાક્યગતશબ્દશક્તિમૂલના ઉદાહરણ "વો વ વિનાનાં. ઈ. ની જેમ) વાચ્ય અને તેનાથી વ્યંગ્ય (થતા) અલંકારની પ્રતીતિનું પીપર્ય સુસ્થિત છે. આ પ્રકારના વિષયમાં, (વ્યંગ્ય અલંકાર આદિની) પ્રતીતિ આર્થી હોવા છતાં પણ બંને બાજુ સંબંધને યોગ્ય શબ્દના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. એથી શબ્દશક્તિમૂલની કલ્પના કરાય છે. [અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલધ્વનિ)માં પણ મ જોવા મળે છે.] અવિવક્ષિતવાચ્યધ્વનિ'નું પ્રકાશન તો પોતાના પ્રસિદ્ધ વિષયના વૈમુખ્ય (વિમુખતા)ની પ્રતીતિની સાથે જ થાય છે એથી ક્રમ નિયમથી થનારો છે. તેમાં વાચ્ય અવિવક્ષિત હોવાને કારણે જ વાચ્યની સાથે વ્યંગ્યના ક્રમની પ્રતીતિનો વિચાર ર્યો નથી. તેથી અભિધાન અને અભિધેય (અર્થાતુ વાચક શબ્દ અને વા અર્થ)ની પ્રતીતિઓની જેમ વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિઓમાં નિમિત્તનિમિત્તિભાવ (અર્થાત્ કારણ-કાર્યભાવ) હોવાથી નિયમાનુસાર ક્રમ થનારો છે. (પણ) તે મુજબ, કોઈવાર દેખાય છે, તો કોઈવાર નથી દેખાતો. ૩૩.૨ (વ્યંજના સિદ્ધિ) (પૂર્વપક્ષ) આમ વ્યંજકની દષ્ટિએ ધ્વનિના પ્રકારોનું નિરૂપણ ક્યું તે પરથી કોઈ કહે કે આ વ્યંજકત્વ વળી શું છે ? વ્યંગ્ય અર્થનું પ્રકાશન (જ વ્યંજકત્વ છે?) (એ ઠીક નથી, કેમ કે) અર્થનું વ્યંજકત્વ અને વ્યંગ્ય (સિદ્ધ) થઈ શકતું નથી. વ્યંજની સિદ્ધિને આધીન વ્યંગ્યની (સિદ્ધિ) અને વ્યંગ્યની દષ્ટિથી વ્યંજકની સિદ્ધિ (થઈ શકે છે, તેથી અન્યોન્યાશ્રય (દોષ) હોવાથી (બંને જ) સિદ્ધ થઈ શક્તા નથી. (અવ્યવસ્થા થઈ જશે) | (વ્યંજકત્વવાદી ઉત્તરપક્ષ) વાચ્ય વ્યતિરિક્ત વસ્તુની સિદ્ધિનું પ્રતિપાદન તો પહેલાં (પ્રથમ ઉદ્યોતમાં) કરી દીધું. તેની સિદ્ધિને આધીન વ્યંજકની સિદ્ધિ છે. તો પ્રશ્ન કરવાનો (પર્યનુયોગનો) અવસર ક્યાં છે ? (વ્યંજકત્વનો નિષેધ કરનારમીમાંસક વગેરેનો પૂર્વપક્ષ) એ સત્ય જ છે. પહેલાં કહેલી રીતે, વાચ્યથી ભિન્ન વસ્તુની સિદ્ધિ કરી છે, પણ તે અર્થ વ્યંગ્યતાથી જ કેમ ઓળખાય છે? (વાચ્ય કેમ નથી કહેતા કે વાચ્યને પણ વ્યંગ્ય કેમ નથી કહેતા? અર્થાત્ તે બંને અર્થ સમાન જ છે.) જ્યાં તેની પ્રધાનરૂપેમુખ્યપણે વ્યવસ્થા હોય ત્યાં વાચ્યતાથી જ એને ઓળખવો યોગ્ય છે. કેમકે વાક્ય (મુખ્યતઃ) તેનું પ્રતિપાદન કરે છે. એથી એ (અર્થ)ને પ્રકાશે છે તે વાક્યનો
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy