SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોત : ૩૩ ૨૧૭ (સિદ્ધાન્તપક્ષ) જો વાચ્યપ્રતીતિ વગર જ પ્રકરણાદિથી સહષ્કૃત (વિશિષ્ટ) શબ્દથી જ રસાદિની પ્રતીતિ સાધ્ય હોય તો, તેના પ્રકરણ આદિને ન સમજનારા અને પોતે વાચ્યવાચકભાવને ન જાણનારા (વાચકોને)ને, કાવ્યના શ્રવણથી જ એ (રસાદિપ્રતીતિ) થાય. (જેમ ગીત વગેરે શબ્દથી- અવાજથી-વાચ્યાદિના જ્ઞાન વિના, પ્રકરણ વગેરે સાથેના શ્રવણમાત્રથી રસાદિની પ્રતીતિ થાય છે.) ( વાચ્ય અને વ્યંગ્યપ્રતીતિ બન્નેનો) સહભાવ હોય તો વાચ્યપ્રતીતિનો ઉપયોગ ન રહે, ઉપયોગ રહે તો સહભાવ ન રહે. (એથી જે શબ્દોમાં વાચ્યશક્તિમૂલક વ્યંજત્વ રહે છે તેનામાં વાચ્ય અને વ્યંગ્યપ્રતીતિમાં ક્રમ જરૂર રહે છે.) જેમનું પણ સ્વરૂપવિશેષ પ્રતીતિમૂલક વ્યંજત્વ છે, જેમકે ગીતાદિ શબ્દોનું, તેની પણ સ્વરૂપ પ્રતીતિ અને વ્યંગ્ય પ્રતીતિનો ક્રમ ચોક્કસ હોય છે. પણ તે શબ્દની ક્રિયાઓનું પૌર્વાપર્ય અનન્ય સાધ્ય ફળવાળી, ઝટ થતી, તે ઘટનાઓમાં વાચ્યથી વિરોધ ન રાખનાર તથા અન્ય વાચ્યથી (અભિધેયથી) વિલક્ષણ રસાદિમાં પ્રતીત થતું નથી. (અનુરણનરૂપ વ્યંગ્યમાં ક્રમસંલક્ષ્ય) કોઈક વખત દેખાય પણ છે. જેમ કે અનુરણનરૂપ વ્યંગ્યની પ્રતીતિઓમાં. ત્યાં પણ (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં) કેવી રીતે (પ્રતીત થાય છે) ? તો કહે છે- (સંલક્ષ્યક્રમવ્યંગ્યના બે ભેદશબ્દશક્તિમૂલક અને અર્થશક્તિમુલક-બન્નેમાં ક્રમ લક્ષિત થાય છે. એનું અલગ અલગ પ્રતિપાદન કરે છે). અર્ધશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં, અભિધેય (વાચ્યાર્થ)ની અને તેના સામર્થ્યથી આક્ષિસ (વ્યંગ્ય) અર્થની, અન્ય અભિધેયથી વિલક્ષણ રૂપ હોવાને કારણે, અત્યંત વિલક્ષણ જે પ્રતીતિ છે, તેનો નિમિત્ત-નિમિત્તિ ભાવ (કાર્યકારણભાવ) ઢાંકવો અશક્ય છે તેથી ત્યાં પૌર્વાપર્ય સ્પષ્ટ જ છે. જેમકે પ્રથમ ઉદ્યોતમાં પ્રતીયમાન અર્થને સિદ્ધ કરવાને માટે ઉદાહત (શ્રમ ધાર્મિ૦ઇત્યાદિ) ગાથાઓમાં. અને તે પ્રકારના વિષયમાં વાચ્ય અને વ્યંગ્ય અત્યંત વિલક્ષણ હોવાને કારણે જે એકની પ્રતીતિ છે તે અન્યથી જ છે એમ નહીં કહી શકાય. (તેથી ‘અર્થશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ’માં ક્રમ અવશ્ય જ માનવો પડશે). શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં તો (સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો બીજો ભેદ – શબ્દશક્તિમૂલ) નાવો વઃ પાવનાનાં પરમપરિમિતાં પ્રીતિમુત્વાયત્તુ (૨/ ૨૧ની વૃત્તિમાં) અર્થાત્ ‘પરમ પવિત્ર ગાયો (પવિત્ર સૂર્યનાં કિરણો-બીજો અર્થ) તમને અપાર સુખ આપો.' ઇત્યાદિમાં બે અર્થોની શાબ્દી પ્રતીતિમાં ઉપમાન – ઉપમેયભાવની પ્રતીતિ ઉપમાવાચક પદના અભાવમાં અર્થના સામર્થ્યથી આક્ષિસ છે, (વ્યંગ્ય છે), તેથી ત્યાં પણ અભિધેય અને વ્યંગ્ય (ઉપમા) અલંકારની પ્રતીતિઓનું પૌર્વાપર્ય (ક્રમ) સ્પષ્ટ લક્ષમાં આવે છે જ. (આમ વાકયપ્રકારય પ્રકાર વિશે કહ્યું.) (હવે પદપ્રકાશ્ય પ્રકાર વિષે કહે છે).
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy