SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૩૩ ૨૧૫ ઇત્યાદિ પણ સહૃદય અને અસહૃદય (બધાને) પ્રતીત થવા જોઈએ. પણ એમ થતું નથી. એનું પ્રથમ ઉદ્યોતમાં (કા-૭માં) પ્રતિપાદન કરી ચૂક્યા છીએ. (પૂર્વપક્ષ) રત્નોની જાતિ (જાત્યત્વ, જાતિપણું, ઉત્કૃષ્ટતા) જેમ વિશેષ (ઝવેરી) જ જાણી શકે છે. (દરેક માણસને તેની કિંમત સમજાતી નથી, તેમ વાચ્ય (કથાવસ્તુ)નું રસાતિરૂપત્ય વિશેષજ્ઞ (સદય)ને જ સંવેદ્ય છે. (જણાય તેવું છે) (બધાને નહીં) જો આમ માનતા હો તો (જવાબ એ છે કે-) (સિદ્ધાન્તપક્ષ) તો એમ નથી. કેમ કે જેમ જાત્યત્વ (= ઉત્કૃષ્ટ જાતીય રૂપથી) પ્રતીત થનાર રત્નમાં તે (ઉત્કર્ષ) રત્નના સ્વરૂપથી અભિન્ન (રત્નસ્વરૂપ થયેલો જ પ્રતીત થાય છે. એવી રીતે રસાદિની પણ વિભાવ, અનુભાવ વગેરે રૂ૫ વાચ્યથી અભિન્ન (વિભાવાદિ) રૂપમાં જ પ્રતીતિ થવી જોઈએ. પણ એમ નથી. વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવ એ જ રસ છે એમ કોઈને લાગતું નથી. માટે જ વિભાવાદિની પ્રતીતિની સાથે અવિનાભાવવાળી જ (પણ એનાથી જુદી) રસાદિની પ્રતીતિ છે. એથી એ બંને (વિભાવ વગેરે અને રસ વગેરેની) પ્રતીતિઓ કાર્યકારણ ભાવથી રહેલ હોવાથી (તેનામાં) ક્રમ અવશ્યભાવી છે. (ક્રમ જરૂર નીપજે છે). પરંતુ (ઉત્પતિશતપત્રમે વર્તુ- કમળની સો પાંખડીમાં સોય ભોંકવામાં આવે તો ક્રમ દેખાતો નથી તેની જેમ) તે લાઘવને લીધે દેખાતો નથી. એથી જ 'રસાદ અસંલક્ષ્યક્રમરૂપથી જ વ્યંગ્ય હોય છે વગેરે કહ્યું છે. (રસની અલક્ષ્યક્રમવ્યંગ્યતા) (પૂર્વપક્ષ) પણ પ્રકરણ વગેરેથી વિશિષ્ટ શબ્દ જ વાચ્ય અને વ્યંગ્ય બંનેની એકસાથે જ પ્રતીતિ ઉપજાવે છે, માટે કમની કલ્પનાની શી જરૂર ? વાચ્યની પ્રતીતિનો પરામર્શ એ જ કંઈ શબ્દને વ્યંજકરૂપે રચવાનું (કારણ) નથી. કેમકે ગીત આદિના શબ્દોથી પણ રસની અભિવ્યક્તિ થાય છે. (આદિથી વાઘ કે વિલાપ વગેરેના શબ્દનું ગ્રહણ થાય છે. તેની વચમાં (ગીતના શબ્દોનું શ્રવણ અને રસાભિવ્યક્તિની વચ્ચે) વાચ્ય (અર્થ)નું જ્ઞાન થતું નથી. (પૂર્વપક્ષીનું કહેવું છે કે શબ્દ વિના કોઈ ક્રમથી વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ એકી સાથે જ કરી શકાય છે.) (સિદ્ધાન્તપક્ષ) અમે અહીં પણ કહીએ છીએ- પ્રકરણ ઇત્યાદિની વિશેષતાની સાથે શબ્દોનું વ્યંજકત્વ હોય છે એ અમને પણ માન્ય છે. પણ તે તેમનું વ્યંજત્વ ક્યારેક સ્વરૂપ વિશેષના આધાર પર (રચાય) છે, ક્યારેક વાચક શક્તિના આધાર પર. તેમાં જેમનું (જે શબ્દોનું) વાચક શક્તિથી નિબંધન હોય તેમનામાં જો વાચ્ય પ્રતીતિ વિના જ સ્વરૂપ પ્રતીતિથી જ તે (વ્યંજત્વ) નિષ્પન્ન થાય તો તે વાચક શક્તિથી રચાયેલ નથી અને જો વાચકશક્તિમૂલક છે તો (તમૂલક છે તો) વ્યંગ્યપ્રતીતિ નિયમથીજ - અવશ્ય જવાચ્ય વાચકપ્રતીતિના ઉત્તરકાળમાં જ થશે એ પ્રાપ્તિ જ છે. તે ક્રમ લાઘવને લીધે (સૂક્ષ્મ હોવાથી) નથી દેખાતો તો શું કરવું?
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy