SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૧૪ ૧૭૯ વળી, “સિદ્ધ રસરૂપમાં પ્રખ્યાત રામાયણ વગેરે જે કથાનો આશ્રય છે (રામાયણ વગેરેની કથાવાળા જે પ્રબંધો છે) તેની સાથે રસને પ્રતિકૂળ પોતાની ઇચ્છાની યોજના નહીં કરવી જોઈએ. એ કથાઓમાં તો સ્વેચ્છા લગાવવી જ નહીં જોઈએ. જેમ કે કહ્યું છે- ‘કથાના માર્ગમાં થોડો પણ અતિક્રમ ન કરવો.’, અને જો (પ્રયોજનવશ) સ્વેચ્છાએ ઉપજાવી કાઢેલું કંઈ ઉમેરવું પડે તો યે રસને પ્રતિકૂળ ન યોજવું. (૨) પ્રબંધના રસાભિવ્યંજત્વમાં આ બીજું પણ કારણ છે. ઈતિહાસમાંથી લીધેલા વસ્તુમાં કોઈ રસ વિરોધી સ્થિતિ આવતી હોય તો તેને છોડી દઈને સ્વેચ્છાએ કલ્પેલ વસ્તુથી અભીષ્ટ રસને ઉચિત એવો કથાનો ઉત્કર્ષ સાધવો જોઈએ. જેમ કે કાલિદાસના પ્રબંધોમાં અને જેમકે સર્વસનવિરચિત હરિ વિજય’ (મહાકાવ્ય)માં (પ્રિયાના અનુનયને માટે પારિજાતહરણનું વર્ણન) અને જેમકે મારા જ રચેલા અર્જુનચરિત’ મહાકાવ્યમાં. (અર્જુનનો પાતાલવિજય, એ રીતે ઈતિહાસમાં વર્ણવેલો ન હોવા છતાં રસાનુગુણ બનાવવા માટે કલ્પવામાં આવેલ છે.) કાવ્ય રચતી વખતે કવિએ પૂર્ણરૂપે રસપરતંત્ર બની જવું જોઈએ. એથી જો ઇતિહાસમાં કોઈ રસને પ્રતિકૂળ સ્થિતિ આવે તો તેનો ત્યાગ કરીને સ્વતંત્ર રીતે રસને અનુકૂળ બીજી કથા બનાવી લેવી. કવિનું પ્રયોજન (કાર્ય) માત્ર ઈતિહાસનો નિર્વાહ કરવાનું નથી. એ તો ઇતિહાસથી જ સિદ્ધ છે. (૩) પ્રબન્ધ (કાવ્ય)ના રસાદિવ્યંજત્વનું આ (ત્રીજું) મુખ્ય કારણ છે કે મુખ’, ‘પ્રતિમુખ’, ‘ગર્ભ’, ‘વિમર્શ' (= અવમર્શ) અને ‘નિર્વહણ” નામની સન્ધિઓ અને તેનાં ઉપક્ષેપ વગેરે (૬૪) અંગોની યોજના રસાભિવ્યક્તિની દષ્ટિએ કરવી. જેમકે “રત્નાવલી માં (કરવામાં આવી છે.) નહીં કે કેવળ શાસ્ત્રમર્યાદાનું પાલન કરવા માત્રની ઈચ્છાથી. જેમ કે વેણીસંહાર' (નાટક)માં, ‘પ્રતિમુખ સંધિના ‘વિલાસ' નામના અંગને, પ્રસ્તુત રસ (વીરરસ)ની રચનાને પ્રતિકૂળ હોવા છતાં પણ ભારતમતના અનુસરણ માત્રની ઇચ્છાથી દ્વિતીય અંકમાં, (દુર્યોધન-ભાનુમતીના શૃંગાર વર્ણનરૂપમાં) યોજ્યું છે. (૪) વળી પ્રબંધના રસના વ્યંજત્વમાં બીજું પણ નિમિત્ત છે કે પ્રસંગ પ્રમાણે વચ્ચે વચ્ચે રસનું ઉદ્દીપન અને પ્રશમન કરવું. જેમ કે “રત્નાવલી’માં જ. અને વળી, આરંભ થયા પછી શાંત થયેલા અંગી રસનું (મુખ્ય રસનું) ફરીથી અનુસંધાન કરવું. જેમ કે- 'તાપવત્સરાજમાં. (૫) નાટક વગેરે પ્રબંધ વિશેષ રસાભિવ્યંજક બની શકે એ માટે બીજી એક શરત એ સમજવી કે શક્તિ હોવા છતાં અલંકારોની યોજના રસને અનુરૂપ થાય એ રીતે કરવી. (અલંકાર રચનામાં) શક્તિશાળી કવિ ક્યારેક ક્યારેક અલંકારરચનામાં જ મગ્ન થઈને રસબંધની પરવા ન કરીને જ પ્રબંધરચના કરવા લાગે છે. તેને ઉપદેશ આપવા માટે આ (પાંચમો હેતુ) કહેલ છે. પ્રબંધોમાં કેવળ અલંકાર યોજનામાં જ આનંદ લેવાવાળા અને રસ તરફ દુર્લક્ષવાળા કવિઓ જોવામાં આવે છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy