SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૭ ૧૬૯ કારિકા-૭ અને વૃત્તિઃ “એક બીજા પ્રકારનું, વિષયને આધીન ઔચિત્ય પણ તે સંઘટનાને નિયંત્રિત કરે છે. કારણ, ભિન્નભિન્ન કાવ્યોપભેદોને કારણે પણ તેમાં ફેર પડે છે.' વક્તા અને વાચ્યનું ઔચિત્ય હોય તોપણ, વિષયને આશ્રયે રહેલું બીજું ઔચિત્ય (પણ) સંઘટનાનું નિયમન કરે છે. કારણ કે કાવ્યનાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં રચાયેલાં મુક્તક, અંદાનિતક, વિશેષક, કલાપક, કુલક; પર્યાયબંધ, પરિકથા, ખંડ કથા અને સકલકથા; તેમજ સર્ગબંધ, અભિનેયાર્થ, આખ્યાયિકા અને કથા. એના આશ્રયથી પણ સંઘટના વિશેષતાવાળી થઈ જાય છે. તેમાંથી, રસનિરૂપણમાં આગ્રહવાળા કવિને માટે (જે) રસાત્રિત ઔચિત્ય (નિયામક) છે તે (અમે) બતાવ્યું છે. બીજે (એટલે કે રસાભિનિવેશરહિત કાવ્યમાં) સ્વેચ્છા પ્રમાણે ભલે વર્તે (ચાહે તેવી રચના કરે તેમાં વાંધો નથી). (૧) પ્રબન્ધોની જેમ મુક્તકોમાં રસનો અભિનિવેશ કરનારા કવિઓ જોવામાં આવે છે. જેમ કે અમરુક કવિનાં શૃંગારરસ ઝરતાં પ્રબન્ધ જેવાં બની જતાં મુક્તકો પ્રસિદ્ધ છે. અંદાનિતક વગેરેમાં (અર્થાત્ વિશેષક, કલાપક અને કુલકમાં) તો વિકટ બંધ ઉચિત હોઈ મધ્યમ સમાસવાળી અને દીર્ઘસમાસવાળી રચના જ વપરાય છે. પ્રબંધનાં આશ્રિત (કાવ્યોમાં-સુદાનિતકથી કુલક સુધીના ભેદોમાં) પહેલાં કહ્યા પ્રમાણેના પ્રબંધના ઔચિત્યને જ અનુસરવું જોઈએ. , (૨) પર્યાય બંધમાં તો (એ નામના કાવ્યભેદમાં તો) સમાસ વિનાની અને મધ્યમ સમાસવાળી સંઘટના જ હોવી જોઈએ. ક્યારેક અર્થના ઔચિત્યના આશ્રયથી દીર્ઘસમાસા સંઘ ના (રચના) કરવી પડે તોયે તેમાં પુરુષો અને ગ્રામ્યા વૃત્તિ છોડી દેવી જોઈએ. (૩) પરિકથામાં સ્વતંત્રતા છે કેમ કે તેમાં કેવળ ઇતિવૃત્ત (ક્યાંશ)નું વર્ણન (મુખ્ય) હોવાથી રસબંધનો વિશેષ આગ્રહ નથી હોતો. (૪) પ્રાકૃત ભાષામાં) માં કુલક વગેરેનો બહોળો ઉપયોગ થતો હોવાથી દીર્ઘસમાસા ‘સંઘટનામાં પણ વિરોધ નથી. (પણ) વૃત્તિઓનું રસ અનુસાર ઔચિત્ય અવશ્ય અનુસરવું જોઈએ. (૫) સર્ગબંધ (મહાકાવ્ય) માં પણ રસતાત્પર્યથી રસ પ્રમાણે ઔચિત્ય લાવવું. અન્યથા (રસપ્રધાન ન હોય એવા મહાકાવ્યમાં) સ્વતંત્રતા છે. (અર્થાત્ ગમે તેવી સંઘટના વાપરી શકાય) બન્ને પ્રકારના, સર્ગબંધ (= મહાકાવ્ય) લખનાર (કવિઓ) જોવા મળે છે. (તેમાં) રસપ્રધાન (મહાકાવ્ય) શ્રેષ્ઠ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy