SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૧, ૨, ૩, ૪ ૧૫૭ ધ્વનિવ્યવહાર માનવામાં (કોઈ) વિરોધ નથી. (પરિકર શ્લોક) “અનિષ્ટનું શ્રવણ શ્રુતિદુષ્ટ વગેરેથી જેમ દુષ્ટતા (દોષ) લાવી દે છે તેવી રીતે ઇષ્ટ અર્થની સ્મૃતિ પણ ગુણ થઈ જાય છે.” ‘પદો કેવળ સ્મારક હોય તેમ છતાં પદ-પ્રકાશ્ય ધ્વનિના બધા જ પ્રભેદોમાં રમણીયતા હોય છે.” “જે રીતે કામિની વિશેષ શોભાવાળા (વિચ્છિત્તિશમિના) એક જ આભૂષણથી શોભે છે તે રીતે સુકવિની વાણી પદથી પ્રગટ થતા ધ્વનિથી પણ, શોભે છે.'' આ પરિકર શ્લોકો છે. કારિકા-૨ અને વૃત્તિ : “અને જે અસંલક્ષ્યમવ્યંગ્ય (અભિધામૂલધ્વનિનો ભેદ) છે એ (૧) વર્ણ, પદ વગેરેમાં (૨) વાક્યમાં (૩) સંઘટનામાં અને (૪) પ્રબંધમાં પણ પ્રકાશિત થાય છે.” (વર્ણોની રસધોતક્તા) તેમાં વર્ગોનું અનર્થપણું) હોવાથી (વર્ણોનો અર્થ હોતો નથી તેથી) તેનું ધ્વનિ ઘાતત્વ (ધ્વનિના ઘાતક હોય તે) અસંભવ છે એ આશંકાથી (સંભવ છે કોઈ આવી શંકા કરે તેથી) આ કહે છે કારિકા-૩ અને ૪ તથા વૃત્તિ- “શ, ષ, રેફના સંયોગવાળા અને વધારે ‘દ્ર' કારવાળા (પ્રયોજાતાં) શૃંગારમાં વિરોધી છે, એથી (આ) વર્ણ રસને પ્રવાહિત કરનાર (સિદ્ધ) થતા નથી.” “પણ તે જ જ્યારે બીભત્સ વગેરે રસોમાં પ્રયોજાય છે ત્યારે તે (રસો)ને દીપાવે છે. તે વર્ણો રસહીન હોતા નથી.” (અથવા તેને ને એક પદ અને સિક્યુતઃ' પાઠ માનીને એથી તે વર્ણ રસને ઝરાવનારા, પ્રવાહિત કરનારા હોય છે એવી વ્યાખ્યા પણ લોચનમાં કરી છે.) આ બે શ્લોકથી, અન્ય વ્યતિરેકથી, વર્ગોનું ઘોતકત્વ બતાવાયું છે. (પદ-પ્રકાશ્ય-અસંલક્ષ્યક્રમધ્વનિ) પદમાં અલક્ષ્યમવ્યંગ્યનું ઘોતન, જેમકે- “(આગના ભયથી) ધૂજતી, ભયથી ખસી ગયેલ વસ્ત્રોના છેડાવાળી, વ્યાકુળ આંખોને રક્ષણની આશાએ) બધી દિશાઓમાં ફેંકતી તને ક્રૂર અગ્નિએ બાળી મૂકી. ધુમાડાથી અંધ તેણે (અગ્નિએ) તને દેખી નહીં.” આ શ્લોકમાં ‘’ પદ સદ્ધયોને સ્પષ્ટ રીતે રસમય લાગે છે. (પદાંશપ્રકાશ્ય-અસંલક્ષ્યમધ્વનિ). પદના અવયવથી ઘોતન જેમ કે “ગુરુજનો (સાસુ-સસરા વગેરે) સમીપ હોવાને કારણે લજજાથી શિર નમાવી કુચકલશોને કંપાવનારા દુઃખના આવેગને અંદર જ રોકી રાખી, આંસુ સારતાં ચક્તિ હરિણીના જેવા આકર્ષક નેત્રોના ત્રીજા ભાગથી મારા તરફ જે કટાક્ષ ફેંક્યો તેનાથી તેણે મને ‘ઊભા રહો (જશો નહિ) એમ નહોતું કહ્યું?’ એમ અહીં ‘ત્રિભાગ’ શબ્દ (વ્યંજક છે).
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy