SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોત : ૧ ૧૫૫ આ જ ભેદમાં વાકચપ્રકાશતા જેમ કે આગળ આવી ગયો તે ‘“સન્નયંતિ સુમિમાસો વગેરે શ્લોક (૨/૨૪ના આલોકમાં).'' અહીં સુરભિમાસ (=વસંતમાસ) સજ્જ થાય છે, પણ અનંગને બાણો નથી આપતો એ ‘વિ પ્રૌઢોક્તિનિબદ્ધ’ વાકચાર્થ વસંતસમયની મન્મથની ઉન્માદકતા ઉપજાવવાની શક્તિ સૂચવે છે. હવે ‘સ્વતઃ સંભવી અર્થશક્તિમૂલ’ પ્રભેદમાં પદ પ્રકાશતા જેમકે ‘“હે વણિક, અમારી ત્યાં હાથીદાંત અને વાઘનું ચર્મ ક્યાંથી હોય જ્યાં સુધી ઝુલતાં ઝુલ્ફાંવાળી પુત્રવધૂ ઘરમાં વિલાસની સાથે ફરતી હોય !’’ અહીં ‘ઝુલતાં ઝુલ્ફાંવાળી’ શબ્દો ‘સ્વતઃ સંભવી’ની અર્થશક્તિથી વ્યાઘવધૂની સુરતક્રીડામાં આસક્તિ સૂચવી એના પતિની સતત સંભોગની શક્તિ બતાવે છે. તેની જ વાકય પ્રકાશતા, જેમ કે (અર્થાત્ આ ‘સ્વતઃ સંભવી’ ભેદ વાકચમાંથી પ્રગટ થતો હોય તેનું ઉદાહરણ) – ‘‘મોરનું પીંછું કાનમાં ખોસીને વ્યાધની (નવપરિણીતા) પત્ની મોતીના હારથી અલંકૃત સપત્નીઓની વચ્ચે ગર્વથી કરે છે.'' આ વાકચથી કાને મોરપીંછ રાખેલ નવી પરણેલ કોઈ શિકારીની પત્નીનું અતિશય સૌભાગ્ય પ્રકાશાય છે. ( સૂચવાય છે.) (રાત દિવસ) તેની સાથે સંભોગમાં રચ્યો પચ્યો રહેલ એનો પતિ (હવે) કેવળ મોરને મારવામાં સમર્થ રહી ગયો છે, આ અર્થના પ્રકાશનથી. અને બીજી આગળ પરણેલી પત્નીઓ મોતીઓનાં આભૂષણોવાળી છે તેમનું અતિશય દુર્ભાગ્ય સૂચવાય છે. તેના (સપત્નીઓના) સંભોગકાળે તે જ વ્યાધ હાથીનો વધ કરવાને સમર્થ હતો એવા અર્થના પ્રકાશથી. ૧.૪ (પ્રશ્ન) એક વિશેષ પ્રકારના કાવ્યને ધ્વનિ (અગાઉ) કહ્યો છે. (ાવ્યવિશેષઃ સ ધ્વનિઃ ઈ. કારિકાના ભાગમાં) તો પછી તેનું પડ દ્વારા પ્રકાશિત થવું એ કેવી રીતે હોઈ શકે છે ? વિશિષ્ટ અર્થની પ્રતીતિ કરાવનાર વિશિષ્ટ શબ્દસંદર્ભને જ કાવ્યવિશેષ કહી શકાય. અને તેનો ભાવ પદપ્રકાશ હોવાથી ઉત્પન્ન થતો નથી. કેમકે સ્મારક હોવાને કારણે પદ અવાચક હોય છે. (પદ ફક્ત પદાર્થસ્મૃતિ હેતુ હોઈ શકે છે. તેથી આ પદાર્થ સંસર્ગરૂપ વાચાર્યનાં વાચક નથી હોતાં.) (સમાધાન કરતાં) કહે છે આ દોષ ત્યારે થાત જો વાચકત્વ ધ્વનિના વ્યવહારમાં પ્રયોજક હોત તો, પરંતુ એવું નથી. તે વ્યંજકત્વરૂપે ગોઠવાય છે તેથી. તદુપરાંત જેમ શરીરધારીઓ (નાયક-નાયિકા વગેરે)માં સૌંદર્યની પ્રતીતિ અવયવસંઘટના વિશેષરૂપ સમુદાય સાધ્ય હોવા છતાં પણ અન્વય-વ્યતિરેકથી (મુખ વગેરે) અવયવોમાં માનવામાં આવે છે. તેથી વ્યંજક દ્વારા વ્યવસ્થિત પદનો
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy