SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ તૃતીય ઉદ્યોતઃ ૧ એ જ ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’ની વાક્યપ્રકાશતા જેમ કે- “કેટલાકનો સમય વિષમય (દુઃખમય) તો કેટલાકનો અમૃતમય (સુખમય) તથા કેટલાકનો વિષ અને અમૃતમય (દુઃખ-સુખ મિશ્રિત) અને કેટલાકનો નહિ વિષ કે નહિ અમૃતમય (દુઃખ-સુખ રહિત) વ્યતીત થાય છે.” આ વાક્યમાં દુઃખ અને સુખ રૂપમાં સંક્રમિત વાચ્યવાળા વિષ’ અને ‘અમૃત’ શબ્દોથી વ્યવહાર છે એટલે અહીં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય જ વ્યંજક છે. ૧૩ વિવક્ષિતાભિધેયના (= વિવક્ષિતાન્યપરવાચ્ય અર્થાત્ અભિધામૂલધ્વનિના) “શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય’માં (અર્થાત્ સંલક્ષ્યમવ્યંગ્યના શબ્દશક્તિમૂલભેદમાં) પદ પ્રકાશતા (નું ઉદાહરણ) જેમ કે- “ધનોથી યાચકોની ઇચ્છા પૂર્ણ કરવા યોગ્ય જો દેવે મને ન બનાવ્યો તો સ્વચ્છ જળથી પરિપૂર્ણ રસ્તાનું તળાવ યા જડ (બીજાના દુઃખને નહીં જાણનાર) કૂવો કેમ ન બનાવ્યો ?” અહીં ખિન્ન (નિર્વિણ) વક્તા દ્વારા પોતાના સમાનાધિકરણના રૂપમાં (પોતાનો બોધ કરાવનાર અમ્ પદની સાથે નહોદમ્ આ રીતે સમાન વિભક્તિ, સમાન વચનમાં) પ્રયોજવામાં આવેલ ન’ આ શબ્દ અનુરણનરૂપમાં પોતાની શક્તિથી કૂવાના સમાનાધિકરણત્વને પામી જાય છે. તેની વાક્ય પ્રકાશતા જેમ કે “હર્ષચરિત’માં સિંહનાદ (એ નામનું પાત્ર) ના વાક્યોમાં “આ મહાપ્રલય થઈ ગયા પછી (તમારા પિતા પ્રભાકરવર્ધન અને મોટાભાઈ રાજ્યવર્ધનના મૃત્યુ પછી) પૃથ્વીને (રાજ્યભારને) ધારણ કરવા માટે હવે તેમજ “શેષ' (શેષનાગ) છો.' આ વાક્ય (આ મહાપ્રલય થઈ જતાં પૃથ્વીને ધારણ કરવા માટે એકલા શેષનાગની જેમ) અનુરણનરૂપ (સંલક્ષ્યક્રમવ્યંગ્ય-અહીં-શેષનાગરૂ૫) અર્થાન્તરનેબીજા અર્થને સ્પષ્ટ રીતે જ પ્રકાશિત કરે છે. આના જ (= વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિના) “અર્થશક્તિમૂલ કવિ પ્રૌઢોક્તિબદ્ધ' પ્રભેદમાં પદપ્રકાશતા (નું ઉદાહરણ) જેમ કે (પ્રવરસેનકૃત પ્રાકૃતરૂપક) ‘હરિવિજય”માં “આમ્રમંજરીઓથી વિભૂષિત, ક્ષણ (વસંતોત્સવ)ના પ્રસારથી અતિ મનોહર, સુર (કામદેવ)ના ચમત્કારવાળું (બીજા અર્થમાં બહુ કિંમતી સુંદર સુરાની સુગંધીવાળું) વસંત લક્ષ્મીનું મુખ (પ્રારંભને) કામદેવે કોઈએ આપ્યા વિના જ લઈ લીધું.’ અહીં ‘આપ્યા વગર જ’ એમ કહેવાને લીધે આ (નવોઢા નાયિકાની) અવસ્થા સૂચક શબ્દ, અર્થશક્તિથી કામદેવનો બલાત્કારને પ્રકાશિત કરે છે. (એથી આ કવિ પ્રૌઢોક્તિસિદ્ધ વસ્તુથી વસ્તુવ્યંગ્ય અર્થશકત્યુભવ ધ્વનિનું ઉદાહરણ છે.)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy