SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્યોતઃ ૧૯ ૧૧૭ ૧૮-૧૯-ર-નારત્વેન” નો અર્થ “પ્રધાન્યન’ અર્થાત્ પ્રધાન રૂપથી નહીં (એવો) છે. ક્યારેક રસાદિતાત્પર્યથી (રસાદિને પ્રધાન માનીને) વિવક્ષિત હોવા છતાં પણ કોઈ અલંકાર, પ્રધાનરૂપથી વિવક્ષિત દેખાતો હોય છે. જેમકે(વિષ્ણુએ) ચક્રના પ્રહારરૂપી અમોઘ આજ્ઞા દ્વારા રાહુની પત્નીઓના સુરતોત્સવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરનો અને જેમાં ચુંબન જ માત્ર શેષ રહ્યું છે એવો બનાવી દીધો.” અહીં રસ ઇત્યાદિનું તાત્પર્ય હોવા છતાં ‘પર્યાયોક્ત’ની વિવક્ષા અંગીના રૂપમાં કરવામાં આવી છે. ૧૮-૧૯-૩-અંગરૂપથી વિવક્ષિત હોય ત્યારે પણ જેને અવસર પર ગ્રહણ કરે છે અવસરે નહીં. અવસર પર (સમય પર) સ્વીકારનું-ગ્રહણનું (ઉદાહરણ) જેમ કે- “જેમ ઉત્કંઠાવાળી, પાંડુ વર્ણની, બગાસાં પ્રગટ કરતી, સતત નિસાસાને લીધે પોતે તકલીફ દર્શાવતી પ્રેમપૂર્ણ ગોરીને જોતો હોઉં તેમ કળીઓ ઊગવાથી લચી પડેલી, સફેદ કાન્તિવાળી, (કળીઓ) ખીલવાની તૈયારીવાળી, સતત પવન આવવાથી પોતાનો શ્રમ પ્રગટ કરતી, તથા મદનવૃક્ષ ઉપર વીંટળાયેલી આ ઉઘાનવતાને નિહાળતો હું રાણીના મુખને ગુસ્સાથી લાલ બનાવીશ.” અહીં ઉપમા શ્લેષનું. (અવસરમાં ગ્રહણ છે. તેની દ્વારા રસનો પરિપોષ થાય છે. એથી યોગ્ય પ્રસંગે યોજના થઈ છે.) ૧૮-૧૯-૪-એક અલંકારને ગ્રહણ કર્યા પછી યોગ્ય સમયે તે રસને અનુકૂળ બીજા અલંકારને સ્થાન આપવા માટે (કવિ) જેને અવસર પર છોડી દેતા હોય તેનું. (તે, અવસર પર ત્યાગરૂપી ચોથા સમીક્ષા પ્રકારનું ઉદાહરણ). જેમકે- “હે અશોક, તું નવા પલ્લવોથી રકત (લાલ) છું અને હું પણ પ્રિયાના લાધ્ય ગુણોને કારણે રક્ત (અનુરાગવાળો) છું. તારા પર શિલિમુખ (ભમરા) આવે છે અને મારા પર પણ કામદેવના ધનુષ્યથી છૂટલાં બાણ (શિલિમુખ) આવે છે. પ્રિયાના ચરણનો પ્રહાર (પાદતાડન) તને પ્રસન્ન કરે છે. અને એ રીતે (કાન્તાપાઠતલાહતિ = વિશેષ પ્રકારનો તબંધ) મને પણ. આપણા બન્નેનું બધું સરખું છે, કેવળ વિધાતાએ મને સશોક' કરી દીધો છે. અહીં શ્લોકની શરૂઆતમાં (ત્રણ પંક્તિ સુધી) પ્રયોજેલ શ્લેષ અલંકારનો, (અંતમાં) વ્યતિરેક અલંકારની વિવેક્ષાથી ત્યાગ કરવામાં આવતાં રસવિશેષને પુષ્ટ કરે છે. (પૂર્વ પક્ષી) અહીં બે અલંકારોનો સંગમ નથી (તેથી એ કહેવું ઠીક નથી કે વ્યતિરેકની અપેક્ષાએ અંતિમ ચરણમાં લેષને છોડી દીધો છે.) (ઉતરપક્ષી) તો શું છે?
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy