SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્યોત: ૧૬, ૧૭, ૧૮, ૧૯ ૧૧૫ ‘પરંતુ યમક આદિની રચનામાં તો પ્રતિભાવાન (રાસ્ય અપિ) કવિને પણ પૃથક્ પ્રયત્ન કરવો પડે છે એથી તે (યમક વગેરે) રસનાં અંગ નથી હોતાં.’’ ‘“યમક આદિનું રસાભાસમાં અંગત્વનું વારણ નથી. (એટલે કે યમક વગેરે અલંકારોને, રસાભાસમાં, અંગ માનવામાં વાંધો નથી.) પરંતુ ધ્વનિના આત્મભૂત શૃંગારમાં (યમક વગેરે અલંકારોનું) તેમનું અંગત્વ ઉપપન્ન નથી. (અર્થાત્ અંગ બની શકતા નથી.)’’હવે ધ્વનિના આત્મભૂત શૃંગારના અભિવ્યંજક અલંકારોનું નિરૂપણ કરે છે. કારિકા-૧૭ અને વૃત્તિ ધ્વનિના આત્મભૂત શૃંગારમાં, સમીક્ષા કરીને યોજવામાં આવ્યા હોય તો રૂપકાઠિ અલંકારો યથાર્થતા પ્રાપ્ત કરે છે. (અર્થાત્ અલંકાર્યના ચારુત્વહેતુ હોવાથી ‘અલંકાર’ નામને ચરિતાર્થ કરે છે.)’’ બાહ્ય અલંકારો સાથેના સામ્યને કારણે અંગી- પ્રધાનભૂત-રસના ચારુત્વ હેતુને અલંકાર કહે છે. વાચ્યાલંકારો (અર્થાલંકારો) રૂપક વગેરે જેટલા (પ્રાચીન આલંકારિકોએ) કહ્યા છે અને અલંકારોની (ચારુત્વ હેતુઓની) અનંતતાને કારણે, અન્ય કેટલાક (આલંકારિકો) વડે (ભવિષ્યમાં) ગણાવવામાં આવશે, તે બધાને જો વિચારપૂર્વક (કાવ્યમાં) યોજવામાં આવે (હવે પછીની કારિકાઓમાં પ્રદર્શિત નિયમો પ્રમાણે પ્રયોજવામાં આવે) તો બધા અંગી (પ્રધાનભૂત) અસંલક્ષ્યક્રમ વ્યંગ્યના ચારુત્વહેતુ (શોભા આપનાર) થશે. કારિકા-૧૮-૧૯ અને વૃત્તિ : તેના (રૂપકાદિ અલંકારોના) (કાવ્યમાં) વિનિવેશમાં (પ્રયોગમાં) આ સમીક્ષા છે. (અર્થાત્ આટલી બાબતોનો વિચાર કરવો આવશ્યક છે. ) ( અલંકાર યોજનાના છ નિયમો કારિકા ૧૮, ૧૯માં આપ્યા છે અને વૃત્તિમાં ઉદાહરણ સાથે સમજાવ્યા છે.) ‘‘જે રૂપક ઇત્યાદિની વિવક્ષા રસપરક હોય, ચારેય અંગીના રૂપમાં ન હોય, સમય પર ગ્રહણ અને ત્યાગ કરી દેવામાં આવે, નિર્વહણની અત્યંત ઇચ્છા ન હોય. (૧૮) ‘‘નિર્વહણ હોય ત્યારે પણ પ્રયત્નપૂર્વક અંગના રૂપમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે. આ પ્રકારે રૂપક વગેરે અલંકાર સમૂહના અંગત્વનું સાધક માનવામાં આવે છે. (૧૯) ૧૮-૧૯ - ૧ - રસનિરૂપણમાં આદરવાળા કવિ અલંકારને તેના (રસના) અંગરૂપમાં કહેવા ઇચ્છે છે. (તેનું ઉદાહરણ) જેમ કે “તેની થરથરતા ખૂણાવાળી ગભરાયેલી આંખને (તું) વારંવાર અડે છે. તેના કાન પાસે ફરતો તું ગુસ વાત કહેતો હોય તેમ ધીમો ગણગણે છે. હાથ હલાવતી એનો, પ્રેમનું સર્વસ્વ એવો અધર તું ચૂસે છે. તત્ત્વ શોધનારા અમે, ઓ મધુકર, મરી ગયા (રહી ગયા) તું ખરેખર ભાગ્યશાળી છે.'' અહીં ભ્રમરના સ્વભાવનું વર્ણન કરવા વપરાયેલો સ્વભાવોક્તિ’ અલંકાર રસને અનુરૂપ જ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy