SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ મને વિજ્ઞાન. = - અમેઘ ઉપાય ઉપાસનાનું આટલું મહાસ્ય સાંભળીને દરેક સાધકે જ્યારે પણ મન વાસનાથી વાસિત બને ત્યારે અરિહંતના ધ્યાનમાં. મનને લગાડી દેવું, બસ વાસના ઉપર વિજય મેળવવાને આ અમોઘ ઉપાય છે. વિષય વાસનાએ તે આજે ભલભલાના મન ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે. વર્ષોથી ધર્મ કરનારાઓનાં મન. પણ સામે નબળા નિમિત્તો ઉપસ્થિત થતા ચલિત થઈ જાય છે. નબળા નિમિત્તે તે આજે ડગલેને પગલે છે. એકલા. રંગરાગથી જ ભરેલું આજનું વાતાવરણ છે. તેવા વાતાવરણની વચમાં રહીને નિશ્ચલ બની આપણી ધાર્મિક ભાવનાને ટકાવી રાખવાની છે, તે માટે દેવગુરુ અને ધર્મ એ જ આપણા માટે પ્રબળ આલંબન રુપ છે. સિંહ સંયમી વાંદરા વિકારી શ્રી સ્થલિભદ્રજી કામવાસના ઉપર મહાન વિજય મેળવી શકયા તેનું કારણ એ જ કે તેઓ દઢ મનોબળવાળા હતા અને પુરુષમાં સિંહ સમાન હતા. સંયમી પુરુષને જ સિંહની ઉપમા ઘટે છે જ્યારે વિકારી વૃત્તિવાળાને વાંદરાની ઉપમા ઘટે છે. કારણ કે સિંહ જેવા સંયમી હોય છે તેવા જ વાંદરાવિકારી હોય છે. આજે દુનિયામાં સિંહની ઉપમાવાળા સંયમી બહુથોડા છે. બાકી મેર વાંદરાની ઉપમાવાળા ઘણાં છે. ઉપર ભૂમિમાં જેમ બીજ ઉગે નહિ, તેમ જ્યાં સુધી વિષય વાસનાથી વાસિત મન છે ત્યાં સુધી તેમાં વૈરાગ્ય ભાવનાના અંકુર ફુટે નહિ. મોક્ષમાર્ગમાં વિષય, વિરાગ અને કષાય ત્યાગની અગત્યની જરૂર છે. તેટલી જ જરૂર ગુણાનુરાગ અને પ્રશસ્ત ક્રિયાઓમાં અપ્રમાદની પણ છે. આટલી ભૂમિકા કર્યા બાદ હવે સ્યુલિભદ્રજીને પ્રસંગ વર્ણવવામાં આવે છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy