SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તેજ અને તિમિર ૫૩ જાવ આવા એક હાસ્ય અને વિનાદના નિર્દોષ પ્રસંગને આપ આવું ઉગ્ર સ્વરૂપ આપી રહ્યા છે. તે કઈ રીતે વ્યાજબી નથી. આટલા વર્ષાં સુધી મારી સાથે રહયા બાદ અને પ્રેમની ગાંઠ મજબૂતપણે બંધાયા બાદ આપ હવે મને નિરાધાર મૂકીને ચાલ્યા જાવ છે એ આપને જરાયે શેાભતું નથી. નાથ ! પ્રીત ખાંધવી સહેલી છે, નભાવવી કઠિન છે. સ્નેહની ગાંઠથી મારૂ મન આપની સાથે બ ંધાઇ ગયેલું છે. હું આપનાથી વિખુટી પડવાને ઇચ્છતી નથી અને આપે તે સાધુપણાને સ્વાંગ વીજળીના અબકારાની જેમ એક પળવારમાં સજી લીધેા. અને એક આંખના પલકારે આપે મારા પરની માયા ઉતારી નાખી, પણએ બિચારીને એ વાતની ખબર જ કયાં હતી કે જે કમ્ભે શૂરા હોય તેજ પાછા ધમ્સે શૂરા અને છે. નદિષેણ વેશ્યાના રાગભર્યા વનાથી જરાયે ચલિત થતા નથી. વચના એવા હતા કે ભલભલા ચેગીન્દ્વોનુ મન ક્ષેાભને પામી જાય. છતાં નંદિષેણ પેાતાના નિણ યમાં મક્કમ રહ્યા અને વિદાય લેતા પહેલા વેશ્યાને ઘણા જ મામિ ક શબ્દોમાં અ ંતિમ વિદાય સંદેશ આપે છે અને કહે છેઃ મારા ભેગાવલી કા હવે અંત આવ્યે છે. તેવા કાઇ કહૃદયને કારણે મારે તારી સાથે આટલા વર્ષો સુધી રહેવું પડયું છે. કેટલાક નિકાચિત કર્માંના ભાગ એવા હાય છે કે ભલભલા મહાપુરુ ષોને પણ તે ભાગવવા પડે છે. હવે આપણા બન્ને વચ્ચેના સબ ધના અંત આવ્યા છે. જેવી લાગણીથી આપણે બન્ને આટલા વર્ષો સુધી સંગાતે રહ્યા તેવી અંતરની લાગણીથી તારે મને વિદાય આપવાની છે. અને તું પણ પરલેાક સામે નજર રાખીને હવેથી જીવન જીવજે અને તારા જીવનપથને અજવાળજે. આટલુ કહીને નદિષેણ ત્યાંથી સીધા વીર ભગવાનની સમીપે આવીને વીર ભગવાનના વરદ હસ્તે ફરી દીક્ષા અંગીકાર કરે છે. પછી તા
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy