SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ = = તેજ અને તિમિર આવી ગયું કે આ ઘર તો વેશ્યાનું છે– વેશ્યા ઘરમાંથી બહાર આવીને કહે છે. મુનિ ! અહિં ક્યાં ભૂલા પડ્યાં? અહિં તો. અર્થનું કામ છે, ધર્મલાભનું અહિં કાંઈ કામ નથી. એ વચન સાંભળતાં જ મુનિને પિતાની લબ્ધિ ફોરવવા અંગેનું મનમાં અભિમાન આવી જાય છે—અને વેશ્યાના ઘરનું એક તરણું ખેંચીને પોતાના તપની લબ્ધિના પ્રભાવે ત્યાંને ત્યાં સાડાબાર કોડ સોનૈયા વરસાવ્યા. નંદિ મુનિ વેશ્યાને કહે છે કે ધર્મલાભનો તારે ખપ નથી તે આ અર્થલાભનેતું ગ્રહણ કર; એમ કહીને મુનિ પાછાં વળી જતાં હતાં તેટલામાં ગણિકા તેમની આગળ આવીને ઊભી રહી અને મુનિને કહેવા લાગી આટલા બધા ધનને હું શું કરું? આ દ્રવ્ય તમે ગાડાં અને ઉંટ ભરીને અહિંથી તમારા સ્થાને લઈ જાઓ. અમે તે પણ્યાં ગના કહેવાઈએ. પુરુષને પ્રસન્ન કરીને તેણે આપેલું દ્રવ્ય ગ્રહણ કરીએ બાકી કાંઈ લઈએ નહિ. એક તે સ્ત્રી જાત અને તેમાં વળી વેશ્યાની જાત એટલે તેને બધાં ચરિત્ર કરતાં આવડે! આગળ વધીને વેશ્યા કહે છે આ દ્રવ્યને આપ ગ્રહણ કરે અથવા અહિ મારી સાથે રહીને આ દ્રવ્યને ભેગવટો કરવા પૂર્વક મારી સાથેનાં ભેગસુખને પણ આપ સ્વેચ્છા પૂર્વક ભેગ! ફરી આ સુગ મળ દુર્લભ છે. મારે પણ યૌવનકાળ છે અને આપને પણ ભરયૌવન કાળ છે. આ અવસ્થા ગસાધના માટે નથી. માટે મારી સાથે વિષય સુખ ભેગવીને યૌવનને સફળ કરે! ફરી પાછો આવે અવસર નહિ આવે. ક્યાં આ તમારી સુકોમળ કાયા અને ક્યાં આ તપનું કષ્ટ બનેને કયાંય મેળ નથી. આવા વેગને પામ્યા પછી કેણ એ મૂર્ખ મનુષ્ય હોય કે જે તપ વડે પિતાના તનનું નાહક શેષણ કરે?
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy