SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ . તેજ અને તિમિર ગુણ છે. આત્મા સમ્યકશ્રદ્ધાનથી ભ્રષ્ટ થાય ત્યારે જ તે સમ્ય. કિત્વના પરિણામથી ચુત થાય છે. કર્મસત્તા દઢ નિરધારને નિરાધાર બનાવી દે મૂળ વાત ઉપર આવીએ. આ બાજુ તપના પ્રભાવથી નંદિષેણ મુનિને અનેક લબ્ધિઓ તે પ્રગટ થઈ પણ બીજી બાજુ ભેગાવલીક ર્મના લીધે કામવાસના પણ તેમનામાં તીવ્રપણે વૃદ્ધિને પામતી જાય છે. નંદિષેણ મુનિને એ બાબતને પણ મનમાં પૂરેપૂરે ખ્યાલ છે કે ભગવાને નિષેધ કર્યો હોવા છતાં મેં સંયમ અંગીકાર કર્યો છે. એટલે કામવાસના ઉપર વિજય મેળવવા પોતાની બનતા બધા પ્રયાસો કરે છે. એમણે દઢ નિરધાર કર્યો છે કે મેં અંગીકાર કરેલા વ્રતને ભંગ નહિં થવો જોઈએ, છતાં કર્મોદય વસ્તુ એવી છે કે કેટલીકવાર ભલ ભલાના દ્રઢ નિરધારને પણ નિરાધાર બનાવી દે છે. નંદિપેણ ઉગ્રપણે તપ તો તપી જ રહ્યા છે, પણ તેમણે લીધેલા વ્રતને ભંગ કેઈપણ સંચાગમાં ન થવું જોઈએ. તે માટે આત્મઘાત કરવાને પણ તેમણે અનેક પ્રયાસો કર્યા પણ એ બધા પ્રયાસને શાસન દેવતાએ નિષ્ફળ બનાવી દીધા? આત્મઘાત એ દુઃખ મુક્તિને ઉપાય નથી એકવાર તો પર્વત ઉપરથી પાપાત કરવાનો પ્રયાસ કર્યો શાશનદેવે તેમને અદ્ધરથી ઝીલી લીધા અને કહ્યું કે હે! સુનિ આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મનો ક્ષય થશે ? કેઈ કાળે નહિ. થાય, માટે આવા વિચારોથી નિવૃત્ત થાઓ. આત્મઘાત એકર્મક્ષયને ઉપાય નથી. ઉદયમાં આવેલાં ગાવલી કર્મો તીર્થકર જેવા મહાપુરુષોને પણ ભોગવવા પડયા છે. કેટલાક નિકાચિત કર્મો એવા હોય છે કે જેનો ભોગવટો કર્યા વિના તે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy