SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મને વિજ્ઞાન ન ફળે તો શું કંટકતરૂ ફળશે? એક ચીભડાની વેલપણ ફળ. આપે છે તો ધર્મ એ તે અમૃતવેલ છે. તે ફળ આપ્યા વિના રહે જ નહિ. માટે સૂત્રકાર ફરમાવે છે કે – પરં તો શુહિ હો મિસ કોલ પરથય ! આત્માને દમનાર આ લોક અને ઉભય લેકમાં સુખી થાય છે. પણ આત્માને દમ એ કાંઈ સહેલી વાત નથી ઉપદેશ માળામાં શ્રી ધર્મદાસગણું લખે છે કે: खर करह तुरय वसहा, मत्तगयंदा विनाम दम्मति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अपणो अप्पा, ॥ સ્વને દમનારા વિરલા ગર્દભ, ઊંટ, અશ્વ, બળદ, મદોન્મત્ત હાથી, કેસરી સિંહ, મહા ભયંકર ફણીધરો પણ દમી શકાય છે. પણ એક નિરંકુશ એ પિતાને આત્માદમાવ અતિ કઠીન છે. સરકસમાં હાથી સિંહ, રીંછ વિગેરે પ્રાણીઓ પાસે વિવિધ પ્રકારના ખેલ કરાવવામાં આવે છે. કારણ કે તે પ્રાણીઓ સારી પેઠે સમજે છે કે જે બરાબર આપણે ખેલ નહિ કરીએ તે આપણા માથે વિજ ળીનાં હંટરને માર પડશે. ગારૂડિક લોકે મહાભયંકર કાળઝાળ જેવાં સર્પોને કરંડીયામાં પુરીને તેને આધારે પિતાની ઉદરપૂતિ કરતા હોય છે. કરંડીયામાં પૂરતા પહેલાં સર્પોની દાઢમાંથી ઝેર નિચોવી લેવામાં આવે છે. આવા મહાભયંકર પ્રાણીઓનું દમન કરનારા આજે વિશ્વમાં ઘણાં પડયાં છે. જ્યારે સ્વ–આત્માને દમનારા વિરલા છે.દમન કહો, નિગ્રહ કહે; એકની એક વાત છે. વિભાવ દશામાં જતાં આત્માને નિગ્રહ કરીને તેને સ્વભાવ દશામાં ટકાવી રાખવો તેને આત્મદમન કહેવામાં આવે છે. અથવા ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયેનાં વિષય વિકારથી જે આત્માને નિવર્તાવ તે જ ખરૂં આત્મદમન છે. આ તે આત્માને
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy