SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મનોવિજ્ઞાન જન્મોજન્મનાં પાપકર્મને હણી નાખે છે. કર્મ ખપાવવા અંગેની પ્રચંડ તાકાત ધર્મમાં રહેલી છે. પણ તેમાં મુખ્ય જરૂર અંતરની ભાવશુદ્ધિની છે. ભાવ અને ઉપગ વગર ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે તો તેથી કાય કલેશ જરૂર થાય છે. પણ કર્મ નિર્જરા થતી નથી. નિર્જરાને મુખ્ય આધાર તો અંદરના ભાવ અને ઉપગ ઉપર રહે છે. દરેક ધર્મનાં અનુષ્ઠાનેમાં અંતરને ઉપગ એ વરરાજા છે. અલુણા ધાનમાં સ્વાદ ન આવે તેણુ ભાવ વગરની ક્રિયાને પણ અલુણા ભેજનની ઉપમા છે. ભેજનમાં સબરસ ભળે છે અને સ્વાદ આવી જાય તેમ કિયામાં પણ સમતા રસ ભળે તે કલ્યાણ થઈ જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગણધર ભગવંતે એ ફરમાવ્યું છે કે "पोल्लेव मुट्ठी जहसे असारे । દ્રવ્યશલ્ય અને ભાવશલ્ય પેલી મુઠ્ઠી જેમ અસાર છે, કાચમણે જેમ નિસાર છે, તેમ વિપરીત આશયથી કરાતે ધર્મ પણ અસાર છે. અનુષ્ઠાન ધર્મનું હેય પણ આશયની જે વિપરીતતા હોય તે શા તેને વિષાનુષ્ઠાન કહે છે. અને શુદ્ધાશયથી કરાતા અનુષ્ઠાનને શાસ્ત્રો અમૃતાનુષ્ઠાન કહે છે. માટે ધર્મ કરનારનું હદય, અંતઃકરણ ખૂબ નિર્મળ હોવું જોઈએ. ધર્મ છેડો થાય એ ચલાવી લેવાશે, પણ હદયની મલિનતા નહિં ચલાવી લેવાય. ધર્મને મલિન બનાવનારા જે દોષ છે તેમાં વિષયકષાયાદિમુખ્ય છે. નિકષાય અને નિઃશલ્યને જ્ઞાનીએ શુદ્ધ કહ્યો છે. વતી પણ તે જ છે કે જે નિ:શલ્ય છે. ધર્મમાં જે મલિનતા આવે છે તેનું મુખ્ય કારણ શલ્ય છે. પગમાં કાંટો કે કાચની કણી વાગી જાય અને તે ન નીકળે ત્યાં સુધી પગમાં ખટકયા જ કરે. તે દ્રવ્ય શલ્ય છે, જ્યારે માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy