SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ વિહીનતા ૪૦૫ છેલ્લે હવે એક માથું બાકી રહ્યું છે. શિયાળ કહે છે કે પ્રભુ હવે એ તો ખાવા દેશે ને? મહાત્મા કહે છે કે “જન સુડાં શિરઃ”. ગર્વથી એનું મસ્તક અદ્ધરને અદ્ધર રહ્યું છે. કેઈ દિવસ એણે મહાત્માઓના ચરણમાં માથું જુકાવ્યું નથી, માટે એ પણ ભક્ષણ કરવા જેવું નથી. "रे रे जंबुक ! मुञ्ज मुञ्ज सहसा नीचस्य निन्द्यं बपुः” - અંતે શિયાળ મડદાને ત્યાગ કરે છે. આ તો જે કે એક રૂપક દૃષ્ટાન્ત છે પણ એ દષ્ટાન્તમાંને ભાવાર્થ તદ્દન યથાર્થ છે અને આમાંથી સાર એ લેવાને છે કે ધર્મ વગર આ મનુષ્ય શરીરની કેઈ ઉપયોગિતા નથી. ધર્મના અભાવમાં આ શરીર કેડીનું છે; એને એક ગંદકીને ગાડ કહીએ તે પણ ચાલે અને એજ શરીરથી જ ધર્મ થતો હોય તે તેની કિંમત ચિતામણી રત્ન કરતાં પણ અધિક છે. માટે આ દેહની સાર્થકતા ધર્મથીજ છે. “સૌ કેઈ ધર્મ પરાયણ બની આ દુર્લભ દેહની સાર્થકતા કરે એજ મહેચ્છા. - અજ્ઞાનીને કઈ પણ વસ્તુની ઈચ્છા થાય અને તે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તેનું મનમાં તીવ્ર દુઃખ ઉત્પન્ન થાય છે જ્યારે જ્ઞાનીને મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય તેનું જ દુઃખ ઉત્પન્ન થાય છે અને જ્ઞાની મનમાં વિચારે છે કે મારા જ્ઞાનની હજી અપૂર્ણતા છે કે મને અવનવી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થયા જા જ જ જી જી જ @ @ @ @ @ @ @ @ @ @ છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy