SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૬ મનોવિજ્ઞાન ધર્મમાં આદિ સ્થાન જે કેઈને પણ હોય તો તે દાન ધર્મને છે. દાન ધર્મથી જ ધર્મની શરૂઆત થાય છે. દાન એ જેમ ધર્મનું આદિ પદ છે તેમ દારિદ્રયનું નાશ કરનારૂ છે. છતાં આપણી બુદ્ધિ એવી છે કે દેવા જઈએ ને ખૂટી જાય તે? પણ તમે એક વાત તે લખી જ રાખો કે દાન દેવાથી લક્ષ્મી ખૂટવાની જ નથી. હા, પાપોદયથી ખૂટે છે. જ્યારે દાન તે પુણ્યની પરંપરાને ટકાવનારું છે. શાસ્ત્રોમાં એવા પણ માણસના દષ્ટાન્ત આવે છે કે જેમની પાસે તમારી અપેક્ષાએ કશું પણ નહોતું છતાં પોતાની અલ્પશક્તિ પ્રમાણે દાનાદિ સુકૃત કરેલ છે. દાખલા તરીકે પુણિયો શ્રાવક ખૂબજ સંતોષી હતા. જે તમારી પાસે છે તેમાંનુ તેમની પાસે કાંઈ નહતું. તેઓ રૂની પુણિયે વેચીને તેમાંથી દરરોજ ફક્ત સાડાબાર દોકડા મેળવતાં, એક દિવસ પતે ઉપવાસ કરતા અને જે દિવસે પિતાને પારણું હોય તે દિવસે તેમના પત્નીને ઉપવાસ હોય જે દિવસે પિતાને પારણુ હોય તે દિવસે પોતે સાધર્મિક ભક્તિને લાભ લેતા અને તેમના પત્નીને પારણું હોય તે દિવસે તેઓ શ્રાવિકા હેનની ભક્તિનો લાભ લેતા. દરરોજના ફક્ત સાડાબાર દોકડા મેળવનાર પણ આ રીતે લાભ લઈ શકતા ત્યારે આજે સાડાબાર રોકડા મેળવનાર પણ લાભ તે નથી લેતાં પણ ઉલટા દડા રોતા હોય છે. આજે સાધન ર્મિક ભક્તિ તે તમને સાંભરતી જ નથી. પુણિયા શ્રાવક પિતાની ઘણી જ અલ્પશક્તિ હોવા છતાં લાભ અપૂર્વ લેતાં, જ્યારે તમારે તે પુણ્યદય પણ ખૂબ જાગતો છે તે આવી સેનેરી તક શા માટે તમારે જતી કરવી જોઈએ. સમય એ ખરાબ આવી રહ્યો છે કે ઉદારતાથી દાન કરશે તે જ ખાટી જશે. મમ્મણ શેઠ કે જેમને ત્યાં કોઈ દિવસ સાધુ મહાત્માના પગલાજ મહેતા થયા તો તેમાં તેઓ શું ખાટી ગયા? તે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy