SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મને વિજ્ઞાન કષાયે જે મારા ધર્મ માર્ગમાં જોડાયા પહેલાં ઉગ્ર હતા. તે શાંત પડયા કે નહિ. મારી અંદરની લોભ દશા ઓછી થઈ કે નહિ? કંઈક અંશે પણ મારે આત્મા વિભાવદશામાંથી સ્વભાવ દશામાં આવવા માટે ઉત્સાહિત બન્યા કે નહિ?નિંદા કુથલીની પ્રવૃતિ ઉપર કાપ મૂકે કે નહિ? ધર્મમાં જોડાયા પહેલાં આઘી પાછી કરવાની જે મારામાં કુટેવ હતી તે સુધરી કે નહિ? વાતવાતમાં પૂવે હું ગરમ થઈ જતો હતો અને છેલ્લાં કેટલાંય વર્ષોથી હું સામાયિક કરતો આવ્યો છું તે તેના ફળરૂપે મારામાં અલ્પાંશે પણ સમતા આવી કે નહિ? આ સ્વરૂપે આત્મ નિરીક્ષણ કરવામાં આવે તે તમને લાગશે કે આપણી પણ હાલત ઘાંચીના બળદીયા જેવી જ છે. ભલે વર્ષોથી ધર્મ કરતાં આવ્યા છીએ પણ જ્યાંનાં ત્યાં ઊભા છીએ. જે કઈ આત્માઓ મોક્ષમાર્ગમાં દોષ ઉપર વિજય મેળવીને ઝડપી વિકાસ સાધતા હોય અને આત્મકલ્યાણને માગે પૂરવેગમાં આગળ ને આગળ વધતાં જતાં હોય તે આત્માઓ કોટી કોટી ધન્યવાદને પાત્ર છે. પણ તેવાં આ કાળમાં ઘણી ઓછી સંખ્યામાં જોવામાં આવે છે—જે કે બહુરત્ના વસુંધરા છે. કાંઈ ધરતી વાંઝણી નથી. દોનું સેવન કર્યા વગર આત્મામાં જ્ઞાન દશનાદિનાં ગુણ પ્રગટાવવાના ધ્યેયથી જ જેઓ આ કાળમાં ધર્મ કરતાં હોય તેવા આત્માઓ તો શ્રી જિન શાસનનાં શણગારરૂપ છે. ધર્મ આચરવાં છતાં અંદરના દોષનું લેશ પણ ઉન્મેલન ન થાય અને ગુણોનું પ્રગટીકરણ ન થાય, તે સમજવું કે જીવે વ્યાપાર આદર્યો છે પણ એકલે ખાટ, નફાને નહિ, વ્યાપાર કરનારનું ધ્યેય નફાનું હોય છે, બેટનું નહિં તેમ ધર્મ કરતા આત્મામાં ગુણ પ્રગટે એજ ખરો નફે છે. ક્ષાયિકભાવે આ કાળે ગુણે પ્રગટતા નથી પણ લાપશમિક ભાવે ગુણે પ્રગટે એ પણ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy