SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ વિપાક ૩૬૯ કાળમાં જ્ઞાનને આવરે છે, તો દર્શનાવરણીય કર્મ દર્શનને આવરે છે, અને વેદનીય કર્મ સુખદુ:ખને અનુભવ કરાવે છે. વેદનીય આદિ કઈ પણ કર્મ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે જીવને ફળવિપાક ન આપતાં પિતાના સ્વભાવ પ્રમાણે ફળવિપાક આપે છે. જો કે વિપાક ભેગવવામાં કર્મને ઉદયકાળ એ જ મુખ્ય કારણ છે. છતાં તેમાં દ્રવ્ય, ક્ષેત્ર આદિની બાહ્ય સામગ્રી પણ કારણ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ પાંચ હેતુના સમુ. દાય વડે સઘળી કર્મપ્રકૃતિને ઉદય થાય છે. તેમાં પુષ્પમાળા, ચંદન, અનુકૂળ વસ્ત્ર, અંગના વગેરે શુભ દ્રવ્યો છે. વિષ, શસ્ત્ર, સર્પ આદિ દ્રવ્યને અનુભવ અશુભ છે. ઉપવન, બાગબગીચા વગેરે ક્ષેત્રની અપેક્ષાએ શુભ છે. સ્મશાન, જંગલ શૂન્ય અરણ્ય વગેરે અશુભ છે. કાળ આદિ માટે વસંતત્રતુ વગેરેને કાળ અનુકૂળ કહેવાય. ભાવની અપેક્ષાએ મનની નિર્મળતા, સરળતા, ઋજુતા વગેરે શુભભાવ છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે અશુભભાવ છે. ભવની અપેક્ષાએ દેવભવ, મનુષ્યભવ, શુભ છે, નારકભવ વગેરે અશુભ છે. અધમકુળમાં મનુષ્યભવ પ્રાપ્ત થાય છે તે પણ અશુભ છે. આમાં શુભ દ્રવ્ય આદિ શુભને ઉદયમાં કારણ થાય છે અને અશુભ દ્રવ્ય, ક્ષેત્ર આદિ અશુભના ઉદયમાં કારણ બને છે, જેમ ગાળ વગેરે અશુભ ભાષાવર્ગણાનાં પુદ્ગલે કષાયના ઉદયનું કારણ બને છે. તેમ અયોગ્ય આહાર અશાતાના ઉદયમાં કારણ થાય છે. તેના જ પ્રતિપક્ષી હેતુઓ શુભેદયમાં કારણ બને છે. તેમાં પણ દ્રવ્ય આદિ એકેક કારણરૂપ ન બનતાં પાચેને સમૂહ કારણરૂપ બને છે. એક જ પ્રકારના દ્રવ્ય આદિ સઘળી કર્મ પ્રકૃતિઓના ઉદયમાં કારણરૂપ બનતા નથી. ઉપર વિવેચન ૨૪
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy