SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ ઘર ને પરઘર ૩૫૩ દશામાં છે ? વ્યવહારથી એને તમારા કહો છો તે જુદી વસ્તુ છે પણ તાત્વિક દષ્ટિએ તો બધા અંગોને તમારે તમારા આત્માથી પર માનવા જ જોઈએ, અને પરમાને તે જ પરમાત્મદશા ને સાધકરૂપ અંતરાત્મદશા તમારામાં આવે નહિ તે બહિરાત્મદશા તે બેકી જ છે. બહિરામાનું સ્વરૂપ વર્ણવતાં મહાત્માઓએ ફરમાવ્યું છે કે– आत्मबुद्धिशरीरादौ यस्य स्यात् आत्मविभ्रमः । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥ મહાન પુરુષના કથન પ્રમાણે બહિરાત્મા તે જ જાણ કે જેને કાયા, કુટુંબ, કંચન વગેરેમાં પોતાપણાની બુદ્ધિ રહ્યા કરે અને મેહ વડે જેની જ્ઞાનશક્તિ સાવ આવરાઈ ગએલી છે. આ દિશામાં તમે હો તો તમારે ધીમે ધીમે મુક્ત થઈ જવું જોઈએ. બહિરાભદશા એ પાપરૂપ છે, કારણ કે એનાથી પર એ સ્વ લાગે અને સ્વ એ પર લાગે, પર એ સ્વ લાગવાથી તે પરપદાર્થો પર મમત્વ રહ્યા કરે અને તેને મેળવવાની બુદ્ધિ થાય તે પછી એ મેળવવાની પછવાડે અનેક પાપે કરવાં પડે અને મેળવ્યા પછી તેને ભેગવવાની ને સાચવવાની પછવાડે પણ અનેક પાપ કરવાં પડે. આમ પાપ કરતાં કરતાં અંતે આત્મા દુર્ગતિના ખાડામાં જ પડેને? તાત્વિક દષ્ટિએ અનંત સુખ માટે આત્માને કે પદાર્થની જરૂર નથી. જરૂર છે ફક્ત પોતાના સ્વરૂપની, પણ તે તે અંતરમાં ઢળે અને પરથી પાછા વળે તે જ પ્રાપ્ત થાય એમ છે. . . બચપણમાં તે એણે એકલું માનું જ મેં જોયા કર્યું જ્યાં ચૌવનમાં ત્યાં તરુણીના મુખ તરફ આકર્ષા, ઘડપણમાં પુત્રપૌત્રાદિની સામે જોયા કર્યું. ભગવાન હેમચં - ૨૩.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy