SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૮ મને વિજ્ઞાન આત્માને શુદ્ધ સ્વભાવ એજ આત્માના ઘરની વસ્તુ સુરતની પાસે તાપી નદીમાં દરિયાની રેલ આવે છે. રેલ આવવાથી એ નદીનું મીઠું પાણી પણ ખારુ થઈ જાય છે. પરંતુ એ રેલ પાછી હઠતાં જ નદીનું પાણી એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે કારણ કે આમાં મીઠાશ એ પાણીના ઘરની છે ત્યારે એમાં જે ખારાશ આવી હતી તે પરઘરની હતી. ખારાશ એ પરઘરની હતી તે એ રેલની સાથે આવીને રેલની સાથે ગઈ. તેમ મીઠાશ નિજઘરની હતી તે રેલ આવવાથી બે ઘડી પૂરતી ભલે અવરાઈ પણ અંતે તે એ આવરણ હઠતાં જ બહાર આવી. આ સિદ્ધાંત દરેક ઠેકાણે લાગુ પાડી શકાય. પુષ્પમાં સુવાસ ઘરની છે ત્યારે તમે જે માથાના વાળમાં સુગંધી તેલ આદિ નાખો છો એ પરઘરની છે, તો એ પરઘરની 'હેવાથી સવારે નાહ્યા પછી તરત જ જતી રહે છે. તેલ, અત્તર નાખવાથી બાલ સુવાસિત બને પણ એ સુવાસ બાલના ઘરની નથી અને ઘરની હોય તો તે જાય નહિ. આખા શરીરે ભલે અત્તર ચોપડે તો તે બે ઘડી સુગંધ મારશે પણ અંતે તે એમાંથી દુર્ગધ જ છૂટશે, કારણ કે દુર્ગધ એ શરીરના ઘરની વહુ છે ત્યારે સુગધ એ પરઘરની ઉછીની વસ્તુ છે. આ શરીર તે એવું દુર્ગધમય છે કે સુગંધમય વસ્તુઓને પણ દુર્ગધમય બનાવી દે. એના ઉપર ગમે તેટલાં વિલેપન કરે તો પણ એ પિતાને સ્વભાવ ન જ મૂકે. તેમ ચંદનને પણ છે કે ભેદો અથવા તો બાળે કે ઘસે ગમે તે કરો પણ એ પિતાને સ્વભાવ ન જ મૂકે. ચંદન કે શરીર એમાંથી એકય સ્વ સ્વભાવ નથી મૂક્તા. શરીર સડી જાય છે, પડી જાય છે; વંસ થઈ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy