SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ મને વિજ્ઞાન તે તમે આ અસાર મનુષ્ય દેહમાંથી સાર નહિ ગ્રહણ કરી શકે ? અસારમાંથી સાર ગ્રહણ કરે તે જ ખરે બુદ્ધિશાળી છે. મેહનું કારણ અજ્ઞાન શ્રી ભરતચકવતની વિચારણા ધ્યાનમાં લે તે તમને પણ આ અસાર શરીરને આત્માર્થ માટે ગાળવાની ભાવના જાગૃત થાય. ભરતજી આગળ વિચારે છે કે આ તો બધી પારકી શોભા છે. મારે તે ઘરની શોભા જોઈએ છીએ. વસ્ત્ર અને અલંકાર ઊતારવાથી આ શરીર આવું પત્ર અને પુષ્પ વગરના વૃક્ષ જેવું લાગે છે તે પછી જે આ શરીર ઉપરથી ચામડી ઊતારી નાંખવામાં આવે તે આ શરીર કેવુંક લાગે, બસ આમ શરીરની અનિત્યતા અને અસારતા વિચારતાં વિચારતાં ભરતચક્રવતી ત્યાંને ત્યાં આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામે છે. જે આ શ્રી ભરતજીની વિચારણા! આ કેવળજ્ઞાન આમ પ્રગટ થાય છે. શરીરની કેવળ ટાપટીપ અને વાનરવેડા કરે કેવળજ્ઞાન પ્રગટ થાય? આજે લોકે શરીરની અસારતા સમજતા. નથી એટલે શરીરની ખોટી ટાપટીપમાં પડી ગયા છે. લોકેને શરીરને મેહ ઘણે છે. તેનું કારણ એ છે કે તેમાં આત્માનું અજ્ઞાન છે. આત્માના વૈભવને લેકે સમજતા નથી. આ શરીર ગમે તેવું રૂપાળું હેય, કરોડ રૂપિયાની કિંમતી. ઝવેરાતથી શરીરને ભરી દીધેલું હોય છતાં શરીરમાં જે. આત્મા ન હોય ને તેનું સ્થાન સમશાનમાં છે, માટે સર્વ કોઈએ બહિંમુખ મટી આમા ભિમુખ બનવું જોઈએ. પુણ્ય પચે તે અમૃત, નહિ તે ઝેર આપણો મૂળ મુદ્દો એટલો કે ભરતજી પ્રબળ પુણ્યના ઉદયવાળા હતા. પણ અંતરની જ્ઞાનદશા જાગૃત હોવાથી તે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy