SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા ૨૬૩ આખી જિંદગી હેમી દેવી એ વાત જુદી છે. તમે એમને એમાં આખી જિંદગી હોમી રહ્યા છે એટલે અમારે આટલું કહેવું પડે છે. જ્યારે એમણે તો પુત્રને મોટો કરવાના મને રથને પણ ત્યાગ કરી દીધો તો બીજા પરણાવવા વગેરેના મનોરથ સેવવાની તો વાત જ કયાં રહી? એ બન્નેને ધર્મની જ ઉપાદેયતા હતી તે તે બને દુધિયા કંઠવાળા બાળકને ત્યાગ કરીને પણ ત્યાગધર્મને અનુસર્યા છે. આજના મેટા ભાગના તે વિચાર્યા કરે કે હું ચાલ્યા જઈશ તે પાછળ મારા કુટુંબનું શું થશે? અરેભાઈ ! કાંઈ થવાનું નથી. ગર્ભમાં આવે ત્યારથી જ સૌનું ભાગ્ય નિર્માણ થઈ ચૂકેલું હોય છે, પણ જીવ આમને આમ મેહ અને મમતામાં જીવન પૂરું કરી નાખે છે, પણ જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરી શકતો નથી. આ સોમચંદ્ર તે હજી જૈનધર્મના સંસ્કારને પણ પામેલા નથી, છતાં તેમનામાં આ ઉત્કટ વૈરાગ્ય છે. આગળ એ એમના જ પુત્ર વિકલચીરીના યોગે જૈનધર્મને પામશે ! આ કથા તો બહુ લાંબી છે. આપણે તો સેમચંદ્રના જીવનમાથી એટલું જ જાણી લેવાનું છે કે એમણે જીવનમાં ધર્મને ખૂબ પ્રધાનતા આપેલી હતી. આજે માનવીના જીવનમાં અર્થની પ્રતિષ્ઠા છે. પહેલું સ્થાન ભજકળદારને છે. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા તેવી જ હોય તે કલ્યાણ થઈ જાય. આજે ધનિકને માન છે, ધમને નથી. ઉપાશ્રય આદિ ધર્મસ્થાનનાં ઉદ્દઘાટને પણ ધનિકના હાથે કરાવવામાં આવશે. પણ તેવા પ્રસંગે રાજ ધર્મકિયા કરનારા ધાર્મિકની પસંદગી કરવામાં નહિ આવે. ધનિકના જીવનમાં પણ ધર્મની પ્રતિષ્ઠા હોય તે સોનામાં સુગંધ સમાન છે. પરમાર્થની દૃષ્ટિ વગરના ધનિકેની આ શાસનમાં કંઈ કિંમત નથી. મમ્મણ શેઠે જીવનમાં એકલી અર્થની પ્રતિષ્ઠા કરી હતી,
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy