SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ મનોવિજ્ઞાન જીવનને સરવાળે પિતાના પતિની નજીક બેસીને તેમના કાનની પાસે મુખ રાખી સતી મદન રેખા મૃત્યુની શય્યા પર પિઢેલા પિતાના પતિને કેમળ વચને વડે કહે છે: “નાથ ! દૌર્ય ધારણ કરીને ચિત્તને સ્વસ્થ બનાવજે. અંતિમ ઘડીના સમયે કેઈના ઉપર રોષ કરશે નહિ. મદન રેખાને પિતાના પતિના આંખના ખૂણામાં લાલાશ દેખાણી હતી એટલે કહે છે કે તમે કઈ પણ ઉપર રેષ કરશે નહીં. પોતાના જ કર્મોદયથી આ કષ્ટ પ્રાપ્ત થયેલ છે. તેને તમે સમતાભાવે સહન કરી લેજે. અંતિમ ઘડીએ પોતાના પતિને મદનરેખા કેવાં સુંદર બેધમય વચન સંભળાવે છે ! આવી ધર્મપત્ની તો કયારેક આવા અંતિમ સમયે ધર્મગુરુની ગરજ સારે છે. રખે પિતાના પતિને મૃત્યુ સમયે રાજા મણિરથ તરફ મનમાં રોષ ન રહી જાય તે માટે કહે છેઃ “નાથ! પિતાના જ કર્મોદયથી પ્રાપ્ત થયેલું આ દુઃખ છે. તેમાં મણિરથ તો નિમિત્ત માત્ર છે. તેની તરફ મનમાં જરા પણ રોષ રાખશે નહિ, તેની તે દયા ચિંત. છેલ્લે રેષ રહી જાય તે પરલેક બગડે.” આમાંથી આપણે સૌએ ઘણું શીખવા જેવું છે. અંતિમ ઘડી સુધરી જાય તો આખો મનુષ્યજન્મ સફળ બની જાય. માનવી જે જીવન જીવી રહ્યો છે તેને માપવા માટે અંતિમ ઘડી પારાશીશી સમાન છે. મૃત્યુ એ જ આખા જીવનને સરવાળો છે. તે સમયે આત્મા જે નિષ્કષાય અને નિશિલ્ય બની ગયેલ હોય તે ભવાંતરમાં સદ્ગતિ જરૂર તેની રાહ જુએ. સતી મદનરેખા આગળ વધીને કહે છે કે, “નાથ ! પ્રાણીને પોતાનાં કર્મ જ અપરાધી છે. તેમાં બીજા કેઈને દેષ નથી. આ ભવમાં કે પરભવમાં પ્રાણી જે શુભાશુમ કર્મ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy