SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજનાં આઠ શિખરે ૨૧૧ સાગરસમ ગંભીર કહ્યા છે. મેહરૂપી સમુદ્ર પાર કરી ગએલાં મુનિ સ્ત્રીરૂપી નદીમાં તે ડૂબે જ શેનાં ? જ્ઞાનદ્રષ્ટિનાં બળે મેહને જીતી શકાય છે. મેહભાવને જ્યાં ક્ષય હોય અથવા છેવટે ઉપશમ અથવા ક્ષપશમ થયેલ હોય તેને જ સાચી જ્ઞાનદશા કહેવામાં આવે છે. બાકી જ્ઞાનના નામે બધી ભ્રમણા સમજવાની છે. સાતમી નરકપૃથ્વીની વેદનાની વાત સાંભળીએ ત્યારે આપણને એ કેટલી ભયંકરલાગે? તે કરતાં પણ જ્ઞાનીની દષ્ટિમાં જગતની મોહની ભયંકર છે. કારણ કે નરક વેદનાને એ મેહની જ અપાવે છે, પરંતુ એ મોહનીને જે દેવ, ગુરુ અને ધર્મ તરફ વાળી લેવામાં આવે તે બેડો પાર લગાવી દે, જગતનાં કઈ પદાર્થોમાં તીવ્રપણે મેહને પિષ નહિ. કારણ કે મેળવો છે આપણે મોક્ષ અને પિષ છે મેહ! કયાંથી મેળ મળવાને છે? પદાર્થ માત્રમાં અનાસક્તિ ભાવ કેળવે એટલે કેમે કમે મેહ છૂટતે જશે. મેહના બંધનથી મુક્ત થવું તેનું નામ જ મેક્ષ છે. નિર્મોહીને કેઈ ઈષ્ટ વસ્તુને વિગ થઈ જતાં પણ મનમાં પરમ શાંતિ હોય છે, જ્યારે મહદશાવાળાને એવા સમયે આકંદન કરવું પડે છે. જગતના સૌ સુખને ઝંખે છે? પણ માર્ગ પકડ છે દુઃખને. જ્ઞાની ફરમાવે છે મેહ મૂકે એટલે દુઃખ છે જ નહિ. પૈસા પરને મેહ છૂટે તે તેને સનમાર્ગે વ્યય કરી શકાય. શરીરપરને મેહ છૂટે તે શરીરથી તપશ્ચર્યા અને પરોપકારાદિનાં કાર્યો કરી શકાય. તેમજ વ્રત પચ્ચખાણુદિમાં પણ ઉત્સાહથી પ્રવતી શકાય? ઘટમાં સમ્યગૂજ્ઞાનની જ્યોત પ્રગટે તે મેહરૂપી અંધકાર તતક્ષણમાં વિખરાઈ જાય.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy