SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કિંચિત્ વક્તવ્ય માનવીને પિતાના દિલમાં જે અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. તેમને આ પણ એક મુખ્ય પ્રશ્ન છે કે મનને કઈ રીતે કાબુમાં લઈ શકાય? ઇન્દ્રિયે પાંચ કહેવાય છે તે મન એ શી વસ્તુ છે? આત્મા સાથે મનને કે ગાઢ સંબંધ છે. દ્રવ્ય મન એ શી વસ્તુ છે. ભાવ મન એ શી વસ્તુ છે. મનને જીતવા માટેના ઉપાયે કયા છે. આ બધી બાબતોને સમાવેશ આ બહાર પડતા મનોવિજ્ઞાન નામે પુસ્તકમાં કર્યો છે. વિજ્ઞાન એ ચાલુ જમાનામાં ખૂબ જ પ્રચલિત બનેલો શબ્દ હોવાથી આ પુસ્તકનું નામ અને વિજ્ઞાન વાંચતા વખતે કોઈના મનમાં એ રીતની કલ્પના પણ થઈ આવે કે શું મહારાજશ્રીએ આ પુસ્તકમાં ચાલુ વિજ્ઞાનના વિષય પર કાંઈ આલેખન કર્યું હશે? પણ ચાલુ વિજ્ઞાનના વિષય પર આ પુસ્તક લખાયેલું નથી. આ પુસ્તકમાં આટલો ઉલ્લેખ જરૂર કર્યો છે કે વૈજ્ઞાનિકે જડના વિકાસમાં આટલા આગળ વધ્યા તો આપણે તન્યનાં વિકાસમાં કેમ આગળ ન વધી શકીએ? મનની એકાગ્રતા પૂર્વકની આંપણ સાધના હોય તો આપણે જરૂર પ્રગતિ સાધી શકીએ. વિજ્ઞાન એ શબ્દ ભલે ચાલુ જમાનામાં અતિ પ્રચલિત બન્યું છે પણ શાસ્ત્રોમાં પણ મતિ, બુદ્ધિ અને વિજ્ઞાન એ શબ્દો વપરાયેલા છે. તેમ આત્માને માટે વિજ્ઞાન એ શબ્દ ચાલુ જમાનામાં ગમે તેટલે પ્રચલિત બન્યું હોય પણ શાસ્ત્રોમાં પણ તેની પ્રસિદ્ધિ છે. " - મારે પિતાને જાત અનુભવ છે કે મન અંગે અત્યાર સુધીમાં કેટલાય મુમુક્ષુઓએ મારી સાથે ચર્ચા વિચારણા કરી
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy