SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજનાં આઠ શિખરો ૧૯૯ જે પિષણ આપે તે જ ખરું શિક્ષણ. શિક્ષણ જરૂરી છે. પણ અપેક્ષાએ શિક્ષણ કરતાંયે સંસ્કાર કિંમતી છે. વ્યવહારિક શિક્ષણ તમે બાળકોને ગમે તેટલું આપ પણ ખરી જરૂર ધાર્મિક જ્ઞાનની છે. તે જ શિક્ષણ અને સંસ્કારને જીવનમાં સુમેળ જામશે. માતા-પિતા માં સંસ્કાર હેય તે છોકરાઓને તે સંસ્કાર જરૂર વારસામાં મળે, ધનમાલના વારસા કરતાં પણ સંસ્કારધનને વારસે ઘણે ઊંચે છે, પરંતુ માબાપના જ સંસ્કાર જે નબળા હોય તે બાળકમાં સારા સંસ્કાર કયાંથી આવવાના છે? તમારા બાળકના હિત માટે પણ તમારે સુધરવું જોઈએ અને જીવનમાં જે નબળા સંસ્કાર હેય તેને કચરાની જેમ ફેકી દેવા જોઈએ. છોકરાઓ આજે તમારી–માબાપની આમન્યા અને વિનય ન જાળવતા હોય તો તેમાં એકલે તેમને જ દોષ નથી. ભેગે તમારે પણ દોષ છે. બાળકોમાં નાનપણથી જ સંસ્કાર રેડ્યાં હોત તો આજે જે પરિણામ આવ્યું છે તે ન આવત. માતાની ગાદ એજ બાળકોની ખરી નિશાળ બાળક તરફ માતાની લાગણી અંતરની હોય છે. માતા તે બાળકની ગળથુથીમાં જ અમૃત વર્ષાવી શકે. શિક્ષકે ગમે તેટલું શિક્ષણ આપે પણ સંસ્કાર રેડવાની બાબતમાં સે શિક્ષકની ગરજ એક જનેતા સારે છે. માતાની ગાદ એ જ શરૂઆતમાં બાળકની ખરી નિશાળ છે. આટલું સાંભળીને હવેથી બાળકના સંસકાર તરફ પૂરતું લક્ષ આપજે. એકલા ભણાવવાના મેહમાં પડીને ધર્મના શુભ સંસ્કારના લાભથી તેમને વંચિત નહિ રાખતા સારી જાતિમાં જન્મ મળ્યાને મેટામાં મોટો લાભ એ છે કે શરૂઆતથી જ જીવનમાં સંસ્કાર સારા પડે છે. બાકી તે અંગેને મદ પોષવાને હેત નથી. .
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy