SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિને સંદેશ શાંતિજિન ! એક મુજ વિનતિ, ત્રિભુવનરાય રે ! શાન્તિ સ્વરૂપ કેમ જાણીયે, કહો મન કિમ પરખાય રે. શાંતિ. ૧ આ પહેલી ગાથા પ્રશ્ન પૂછવા રૂપે છે. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સોળમા શાંતિનાથ પ્રભુનું શાંતરસમય સ્વરૂપ જાણે સાક્ષાત્ પ્રભુના શ્રીમુખેથી જ સાંભળવાને ન ઈચ્છતા હિય તેમ શાંતિથી પ્રભુને પ્રશ્ન કરે છે કે તે ત્રણે ભુવનના મહારાજા શાંતિનાથ પ્રભુ ! મારી આપને એક નમ્ર વિનંતિ છે કે હું શાંતિનું સ્વરૂપ કેવી રીતે જાણી શકું તે આપ મને કૃપા કરીને કહો ! મારા મન વડે પણ તે સ્વરૂપની પરીક્ષા કઈ રીતે કરી શકું તે આપ મને કહે. જિજ્ઞાસા પણ અતિ દુર્લભ ધન્ય તું આતમ જેડને, - એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે....શાંતિ.... ૨ હવે બીજી ગાથામાં ભક્તયેગી શ્રી આનંદઘનજીને જાણે સાક્ષાત્ શાંતિનાથ પ્રભુ જ પ્રત્યુત્તર ન આપતા હોય તેમ પ્રત્યુત્તરમાં કહે છે કે હે આત્મન ! તને ધન્ય છે કે આ રીતની
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy