SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ મને વિજ્ઞાન મનને વિશુદ્ધ ધ્યાનમાં પરેવી દે હવે છેલ્લે આખાએ વિષયને ઉપસંહાર કરવામાં આવે છે. પૂ. ઉમાસ્વાતિજીએ શ્રી પ્રશમરતિ શાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવ્યું છે કે, “ यावत्परगुणदोषपरिकीर्तने व्यावृतं मनो भवति । तावद्वर विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तम् ॥ મન જ્યાં સુધી બીજાનાં ગુણદોષનાં કીર્તનનાં વ્યાપારમાં પ્રર્વતતું હોય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરેવી દેવું એ વધારે સારું છે. મનનાં નિગ્રહ માટેના આપણે જેટલા ઉપાયે અત્યાર સુધીનાં વિવેચનમાં વિચાર્યા તે અધામાં સર્વોત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય આ છે. કોઈને અહીં શંકા થાય કે કેઈનાં દોષ કીર્તનમાં મન પ્રવર્તતું હોય ત્યારે મનને શુદ્ધ ધ્યાનમાં જોડી દેવું એ તે જાણે બરાબર છે, પરંતુ મન બીજાનાં ગુણકીર્તનમાં જોડાય તેમાં શા વાંધ? અને પર ગુણ પ્રકાશન કરવામાં શું વાંધો? પરગુણ કીર્તનની પ્રવૃત્તિને તે સારી લેખવી જોઈએ. કોઈનાં દોષોનું પ્રકાશન કરવું એ તદ્દન નિંદ્ય પ્રવૃત્તિ છે. પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર ફરમાવે છે કે, ननु च परगुणोत्कीर्तनं न निन्द्यं । उच्यते अध्यात्मचिंतापन्नस्य न तेनापि किंचित्प्रयोजनम् ।। સાધક દશામાં ગુણકીર્તન પણ જરૂરી બીજાનાં ગુણનું કીર્તન એ નિંદ્ય નથી, પણ અધ્યાત્મ ચિંતામાં મગ્ન થયેલા મહાપુરુષોને બીજાના ગુણકીર્તન કરવાનું
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy