SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ S મન વિજ્ઞાન (પૂર્વાર્ધ) આત્મદનના વિષયનાં અનુસંધાનમાં આજથી મને વિજ્ઞા નના વિષય પર વ્યાખ્યાન શરૂ થાય છે. વિષય અતિ ગહન અને ગંભીર છે. આપણે આગળના. વ્યાખ્યાનોમાં કહી પણ ગયા કે મન અને ઈન્દ્રિય પર વિજય મેળવવું એજ આત્મદમન છે મન જિતાય એટલે ઈન્દ્રિયો તો છતાયેલી જ છે. ઈન્દ્રિયોને સારે કે નરસે રસ્તે મન જ પ્રવર્તાવે છે.મન ઉપર કાબૂ હોય તે ઈન્દ્રિય સંયમમાં પ્રવતે જ. મન જ બેકાબૂ હોય તે ઈન્દ્રિય વિષયોમાં પ્રવર્તે. મન ઉપર ઘણે. મેટો આધાર છે. “મન ઈ મનુષ્યાળાં, વપમેક્ષા ” | તત્ત્વદ્રષ્ટાઓએ સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે મનુષ્ય માટે મન જ બંધનું કારણ છે અને મન જ મેક્ષનું કારણ છે. આ લેકને પૂર્વાધ થયો. ઉત્તરાર્ધમાં વળી અલૌકિક ઘટના કરી છે. તેમાં કહ્યું, છે કે વિષયમાં આસક્તિવાળું જે મન તે બંધનું કારણ છે અને વિષયમાં વિરકત મન મોક્ષનું કારણ છે. વિરકત અને આસક્ત આ ભેદ સમજાઈ જાય પછી શું સમજવાનું બાકી રહે છે. જે ચીજમાંથી મન ઉઠી જાય તેમાં રસ રહે જ નહિ. વિષમાંથી એકવાર મન ઉઠી જાય પછી વિષયે કાતીલ ઝેરજેવાં લાગે બાકી મન કેળવાય જ્ઞાન અને વૈરાગ્યથી જ્ઞાન અને વિરાગ્ય એ મનને કેળવવા માટેનાં બે અદ્ભુત સાધના છે કે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy