SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] સાધિરાજ. રીતે પ્રમેદ ભાવનાં મનમાં લાવવાથી હૃદયની ભૂમિકા ખૂબ શુદ્ધ થઇ જાય છે. ભાવનાએ ભાવવાથી હૃદયમાં શુભ ભાવે પ્રગટે છે અને તે શુભભાવરૂપી જળથી ઈર્ષ્યાની આગ આલવાઈ જાય છે. અંદરમાં શાન્તરસ છલકાતા આત્મા પરમશીતળા ભાવને પામે છે. કેઇના પણ સુખ કે વૈભવની ઇર્ષ્યા કરવાથી આપÌા આત્માજ અંદરથી સળગી ઉઠે છે, અને પછી તે તેનાં આખા શરીરે ચંદન ચાપડી દા તાએ તેને શાન્તિ ન વળે અને આખા શરીરે બરફ ઘસા તાએ અદરમાં તે આગનાં ભડકાં જ ઉડવાના છે. ૐ દ્રષ્ટાંત . કોઈ એક નગરમાં એક સુખી સદ્ગુસ્થ રહે અને તેની સામેજ એક તદૃન સામાન્ય સ્થિતિને માણસ રહે. સુખી ગૃહસ્થ ચાર માળની હૅવેલીમાં રહે એટલે પેલાને મનમાં બળતરા એવી ઉપડી કે, આને મારી સ્થિતિમાં મૂકી " તા હું ખરો મ કહેવાઉ! સાત દિવસનાં ઉપવાસ કરીને તેણે કુળદેવીની સાધના કરી. કુળદેવી પ્રગટ થઈ ને કહે છે કે, શા માટે તે મને યાદ કરી છે? તારે જે કાંઇ માંગવું હેાય તે વરદાન માંગી લે. પેલા કહે છે કે, આ મરી સામે જે ધનાઢય, ચારમાળની હવેલીમાં રહે છે, તેને કાં તે મારી સ્થિતિમાં મૂકી દે ને કાં મને તેની સ્થિતિમાં મૂકી દે. કુળદેવી કહે, તેની સ્થિતિમાં હું તને મૂકી દઉં”, પણ તેનાએ કુળદેવતા જાગતા છે. મારા પસાયથી તને જેટલું મળશે, સામે બમણુ થઈ જશે. આટલીવાત ધ્યાનમાં રાખીને તારે જે કાંઈ માંગવુ હોય તે ખુશીથી માંગી લે.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy