SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ] સાધિરાજ તે તદ્દન યથાતથ્ય વાત છે. જીવનમાં આજે જે કંગાલિયત આવી ગઈ છે અને વાતવાતમાં જે જીવનમાં હતાશા આવી જાય છે તેનું મુખ્ય કારણ એજ છે કે પિતાની અનંત શક્તિનું જ પિતાને–ભાન નથી. મિથ્યાત્વ મોહનીયના ક્ષયપશમ પૂર્વકનું જ્ઞાનાવરણીયનું ક્ષયોપશમ સેનામાં સુગંધરૂપ પાંચે ઈન્દ્રિયેનાં વિષયનું જ્ઞાન એક આત્માને હોય છે. જ્ઞાન એ આત્માને જ સ્વભાવ છે. કેવલજ્ઞાનની પૂર્ણ ભૂમિકાએ અથવા અવધિ, મન ૫ર્યવ, જ્ઞાન વગેરે અતિન્દ્રિય જ્ઞાનની ભૂમિકાએ આત્મા ન પહોંચ્યું હોય ત્યાં સુધી વચગાળાની આત્માની અપૂર્ણ અવસ્થામાં ઈન્દ્રિય અને મન આત્માને જ્ઞાન પ્રાપ્તિમાં મદદરૂપ જરૂર હોય છે પણ એટલાથી જ્ઞાન અને દર્શન એ મન કે ઇન્દ્રિયનું સ્વરૂપ નથી. જ્ઞાન-દર્શન સ્વરૂપી તે આત્મા જ છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામિ પ્રભુ મહાવીરને પ્રશ્ન કરે છે કે, " आया भते नाणे अन्नाणे આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે અજ્ઞાન સ્વરૂપ છે? ભગવાન પ્રત્યુત્તરમાં ફરમાવે છે કે, गोयमा आया सिय नाणे सिय अन्नाणे ગૌતમ ! આત્મા કયારેક જ્ઞાન સ્વરૂપ છે અને કયારેક અજ્ઞાન સ્વરૂપ છે. ૧૮ -
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy