SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ...લાખેણી...જાય મનુષ્યભવને દરેક જ્ઞાની પુરુષેએ અતિ દુર્લભ કહ્યો છે એ વાત પ્રત્યેક માનવી જાણે છે. આપણે પણ મનુષ્યભવની દુર્લભતાપર ઘણી ઘણીવાર વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. કારણ કે, મનુષ્યભવની દુર્લભતા સમજાયા વિના તેની સાર્થકતા કરી શકાતી નથી. માનવી ! જાણી લે કે મહાન પુદયે આ નર જન્મ મલ્યો છે અને ફરી ફરીને આ મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. એટલે માનવામાં જરૂર એવી સદ્બુદ્ધિ પ્રગટે કે, મારે આ મળેલા નર જન્મને સાર્થક કરે જ જોઈએ, કનક-કામિનીમાં જ આ જીવ નિરંતર રાગ ભાવને પિષી રહ્યો છે અને મિથ્યાત્વના ઉદયને લીધે જીવને વસ્તુ સ્વરૂપને ભેદ સમજાય નથી ! જેમ કોઈએ ધતુરો ખાધે હોયને ઉન્મત્ત બનીને મેર ભટક્યા કરે તેમ આ જીવ પણ મેહનીય કર્મનાં ઉન્માદને લીધે "ઉન્મત્ત બને છે, સંસાર આખામાં કનક-કામિનીને જ સારભૂત માનીને તે માટે જાણે ચોમેર ભમી રહ્યો છે.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy