SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ રમી રાજાનું પતન - મૃત્યુ બાદ જે સાથે ન આવે, એની એટલી બધી મમતા શી કે એની પાછળ પાપ-સેવનથી ખુવાર થઈ જવું? ને જીવદયાને વિચાર જ ન રાખે? પરલોકનાં ભાતા રૂપે કશી દાન-શીલ-તપ-ભાવનાની કરણી ન કરવી? કહે છે, પ્રવ-બધું જાણીએ છીએ પણ કેમ આરંભને સમાન રંભને ડર નથી લાગતું? કેમ એનાથી ઊભી થતી લક્ષમી તરફ અરુચિ નથી થતી ? કેમ દાનાદિમાં પ્રમાદ થાય છે? ઉ – ડર અરુચિ નથી થતી અને પ્રમાદ થાય છે તે પછી જાણવાનું શેને કહેવાતું હશે ? જેને હૈયે કેઈ અસર નહિ એને જાણ્યું કહેવાય ? જેના પર શ્રદ્ધા નહિ એને? શ્રદ્ધા હાય, હૈયામાં અસર થતી હોય, તે હિંસાના ફળને ડર અને હિંસાજન્ય લક્ષમી તરફ અરુચિ જરૂર થાય. દાનાદિમાં એટલે બધા પ્રમાદ ન રખાય, રાખવાનું મન જ નહિ થાય. માટે આ કરો, જડ સુખની ભૂખ અને જડ-મમતા પાછળ જે અસંખ્ય જીને કચ્ચરઘાણ નીકળે છે એને હૈયે આંચકે લગાડે. જડસુખની ભૂખ કારમી છે, એમ જ જડ પદાર્થો રેગ-મૃત્યુ-પરલેક ક્યાંય બચાવ નથી આપતા. એનો આંચકે લગાડે કે “આ શું? ક્યાં સુધી?” આંચકે લાગશે તે આંખ ઊઘડી જશે. પછી તે વીયૅલ્લાસ એ માર્ગે ઊછળશે. વાત આ હતી કે દિલ અધમ બને છે તે જડસુખની
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy