SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૪૭ મોટા ભાગે દિલ અધમ બનાવે છે તે જડવસ્તુના કારણે પછી ભલે એ દુન્યવી માન-સન્માન-સત્તાના કારણે હેય, તેય તે જડ વસ્તુ જ છે. દિલ “અધમ' એટલે કોધઅભિમાન-માયાપ્રપંચ-આસક્તિ-લંપટતા-ઈર્ષ્યા– વેરઝેરનિંદા વગેરેમાંના કેઈથી રંગાયેલું રહે છે. આ જડના કારણે થાય છે, માટે જડને જ કિંમત વિનાનું ગણ પિતાના ઉત્તમ દિલને મહા કિંમતી ગણવું. આત્મા સૌથી વધુ કિંમતી શાથી – ખરેખર જુએ તે દેખાશે કે બંગલા-બગીચા-માલમિકત-ખાનપાન વગેરે બધું જ કામનું શાના ઉપર ? અહીં આત્મા હયાત હોય એના પર ને? આત્મા જે પરલેક ચાલી ગયે, તે પછી એના માટે પેલા શા કિંમતી? કશે નહિ. કેહિનૂર હીરે ગમે તેટલે અઢળક કિંમતવાળો હોય; પણ એ જેનાર-ગવનાર આત્મા હયાત હોય તે એને એ કામનો ? કે મરી ગયો હોય તે પણ? તાત્પર્ય, બધું ય આત્માની પાછળ છે. હવે જ્યારે આત્મા કિંમતી છે, તે તે અધમ દિલવાળો કિંમતી કે ઉત્તમ દિલવાળે? અધમ દિલવાળો હશે તે તે જાતે પોતે જ પોતાની કિંમત, પિતાનું વર્ચસ્વ, પિતાને મોભે-ગૌરવ હલકું પાડશે, અને જડ પદાર્થ–પ્રતિષ્ઠાસત્તા-શેઠાઈને કિંમતી ગણી એનું વર્ચસ્વ પિતાના ઉપર સ્થાપશે, જાણે પોતે એને ગુલામ! એના નાચે નાચનારો ! એની વાંકાશમાં
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy