SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રુફ રાજાનું પતન બળ, કે ચીનનાં આક્રમણ જેવી વસ્તુ ઊભી થાય તે. હૈયે ધ્રાસકે પડે ને? વિચારવા જેવું છે કે આ આંચકે, આઘાત, ધ્રાસકે પડવામાં શું કારણ છે? જડ જીવન કે બીજું કાંઈ ? જડ જીવનમાં હૃદય એવું દુર્બળ બની જાય છે કે અનિષ્ટ સંવેગોને વિચાર માત્ર પણ અસહ્ય બને છે. ત્યારે, જે જડ જીવનથી જ પ્રાસકા પડે છે, તે નિશ્ચિતતા-નિર્ભયતા કેમ આવે, એ વિચારે. પરમાત્માની ભક્તિ, એમનું શ્રદ્ધા-ભરપૂર શરણ. ધર્મવૃદ્ધિ-ગુણવૃદ્ધિ અને શુભ અધ્યવસાય મુખ્ય કરેલા. હેય એવા જીવનની બલિહારી છે કે દિલને સુંદર કેન્ટિની નિર્ભયતા નિશ્ચિન્તતા આપે છે ! એથી એવા ધ્રાસક આઘાતઆંચકાના ભંગ નથી બનવું પડતું. સ્વસ્થ જીવનધારા વહે જાય છે. દુનિયા પાસે આ નથી; પણ જે આપણને વીતરાગ અરિહંત પરમાત્મા અને એમનું શાસન તથા એને સચોટ રીતે અનુસરનારા મહાપુરૂષનાં આદર્શ-જીવનનાં આલંબન મળ્યાં છે, તે આપણે તે એવી સ્વસ્થતા જીવનધારા બનાવીએ ને? જીવનની બધી પ્રવૃત્તિને સારે સરવાળો શુભ અધ્યવસાયની રક્ષા તથા વૃદ્ધિ છે. આ સતત લક્ષમાં રહે ને ? અને એ માટેના મુખ્ય પ્રયત્નમાં રહ્યા કરીએ ને ? મનના ઉઠાવાને વશ ન થાઓ –
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy