SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૧ર. રુક્ષ્મી રાજાનું પતન તૂટી રહ્યા છે ! વજથી ચૂરેચૂરા થતા ભાંડાની જેમ કે એ દિનપ્રતિદિન અકિંચિકર નિષ્ફળ જઈ રહ્યો છે! પ્રભાતના ઝાકળના વૃક્ષપત્ર પર લાગેલા જળબિંદુની જેમ એકાએક જાણે આંખના પલકારામાં જીવન–સમય કે ઊડી જાય છે! આ સ્થિતિમાં પરલેકનાં ભાતાની કમાઈ વિના પસાર કરેલ માનવ-જન્મ સરાસર કે નિષ્ફળ જાય છે! માટે હે - સજજને! લેશમાત્ર અતિ સૂક્ષમ પણ પ્રમાદ કરવા જેવું નથી.” બ્રાહ્મણ પૂર્વ જીવનમાં ચક્રવતીના પણ વૈભવ છોડી ચારિત્ર-ધર્મની આરાધના કરીને આવી છે, છતાં અહીં પૂર્વ કર્મની વિચિત્રતાએ જન્મથી શુદ્ધ ધર્મનાં દર્શન પામી નથી. એ તે વળી જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વનું યાદ આવી ગયું એ અહેભાગ્ય ! એટલે એ સ્વાનુભવ પરથી ઠીક જ કહી રહી છે કે “ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મોઘી છે! ધર્મનો અવસર કેટકેટલે દુર્લભ છે!” તમને જનમથી કુળધર્મ તરીકે વીતરાગ પ્રભુને ધર્મ મળી ગયે છે એટલે આ મળવાને અવસર દુર્લભ તરીકે મનમાં આવતા નથી. નહિતર મળેલા મહાદુર્લભ ધર્મ-અવસરની ભારેમાં - ભારે કદર કરી એને સફળ કરવાની નિરંતર ચીવટ ન રહે? ધગશ ન રહે કે પળે પળને હું ધર્મમય બનાવું? જે એ સમજ છે કે છોકરાને નાની ઉંમર એ ભણવાને કિંમતી અવસર છે, તે એને લેખે લગાડવા કેવા સાવધાન બની છોકરાને ભણાવવામાં જોડે છે? ખર્ચ પણ કેટલું કરે છે? એનું ભણવાનું ન બગડે માટે કેટલાંય
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy