SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૬૯ ફિકર સેવે ? હવે એ શા કામમાં આવવાના છે? કદાચ ભેગું રહેવું પડતું હોય તો ય મા-બાપને આશાએશ-આરામી આપવાની ખરી? કે એમની પાસે ય વૈતરું કરાવવાનું? મા પિતાના બીજા નાના દીકરાનું સમાલે અને જે મોટા દીકરાના દીકરાની કદાચ ખબર ન લે, તે એ દીકરા અને એની વહુની મા પર આંખે કેવી થાય? લાલ કે ધળી ? ૨૦-૨૦ વરસ સુધી મેટા દીકરાનું સંભાળ્યું છે તે ઓછું પડે છે, હજી એની વહુ અને એના દીકરાઓનું ય સંભાળવા જોઈએ છે ! એમાં જરા ઉણપ દેખાય ત્યાં મા સ્વાથી લાગે ! મા દુશ્મન લાગે ! કેમ જાણે હવે વહાલી મા, મા મટી ગઈ! હવે તે વેરણ ડોકરી ” થઈ! કે જમાને? કે સંસાર? માને ૧૦૨ ડીગ્રી તાવ હોય તે કાંઈ નહિ, પણ પિતાને ૧૦૦ ડીગ્રી તાવ હોય તે માએ એને સુવાડી રાખી સેવા કરવી જોઈએ ! કેમ જાણે પૂર્વ ભવેથી મા ઉપર ભારી લેણું લઈને આવ્યું છે, તે માએ એ મરતાં સુધી ચુકવવું જોઈએ! કેવી નિષ્ફરતા? નિર્લજજતા? છે ક્યાંય આમાં માતાપિતાના અનહદ ઉપકારને નજર સામે તરવરતે રાખી પૂરી કૃતજ્ઞતા બજાવવાની વાત? સ્વાર્થ સર્યા પછી ઉપકાર યાદ જ કેને કરે છે? પછી બદલે વાળવાની વાતે ય શી? કૂતરીનું ભેટિયું મેટું થયા પછી એ જે મા-કૂતરીને ઉપકાર યાદ કરે તે આ નરાધમ માણસ પોતાની માતાને ૨૪
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy