SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૪૯. થવા દઉં” પણ એના હાથ હેઠા પડે છે. કમભાગ્યની કેવી શિરજોરી ? અહીં જોવા જેવું છે કે આ ન ધાર્યા દુખદ સંયેાગમાં બ્રાહ્મણે શું કરે છે? બખાળા કાઢે છે ? ના, કેમકે એને વિવેક પ્રગટ છે, અનિચ્છનીય સંજોગોમાં બે વિવેક કમભાગ્યની સામે વ્યર્થ બાથડિયાં મારવાને બદલે (૧) એક તે સુકૃત અને પુણ્ય વધારવાની જરૂર છે, અને (૨) બીજું આપણું આત્માના જ હિતની ચિંતા કરવા જેવી છે. સુકૃત અને પુણ્ય વધારવું નથી ને બખાળા કાઢવા છે? (૧) માણસ ઘણી વાર ભૂલે પડે છે, અને બખાળા કાઢયા કરે છે, કે “ આ ફલાણું કેવું ખરાબ કરે છે ! કેમ આવું ચાલવું જોઈએ ? આ શ્રીમતે લેબિયા થઈ ગયા છે. ટ્રસ્ટીઓ જહાંગીરશાહી ચલાવે છે ! અમલદારોની નાદીરશાહી ચાલે છે! આ સરકારે ય શું કરવા બેઠી છે ! લેકે ય કેવા સ્વાથી અને પ્રપંચી બની ગયા છે ! ક્યાંય સારું જેવા જ મળતું નથી.... શે લાભ આ બખાળાથી? અલ્યા ભાઈ તું એ જે ને કે સારું જોવા મળવાનું તારું ભાગ્ય નથી. કમ ભાગ્ય છે, એટલે તેને સારું જોવા મળતું નથી. તે તારું ભાગ્ય સુધરે એવું કાંક કરીને? એ માટે મન-વચન-કાયાના સુકૃત વધારને ? સારા સારા કરુણાના, દેવગુરુ પર શ્રદ્ધાના, પરેપકારના, વગેરે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy