SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૩૧. દુષ્ટ બુદ્ધિના દારુણ વિપાક – એમાં જાણે છે ને કે રૌદ્રધ્યાન અને કાળી વેશ્યા સ્કુરવાથી કેવાં નરકગતિના ભાતાં પણ ભેગા થઈ જાય ? કે પરલેક બગડી જાય ? જિંદગીમાં બીજી ધર્મસાધના કરી હોય એનું પુણ્ય એક બાજુ ઊભું રહે અને આ દુષ્ટ બુદ્ધિ કાળી લેશ્યા વિચારણામાં બાંધેલું દુર્ગતિનું આયુષ્ય દુર્ગતિમાં તાણ જાય! અગર આયુષ્ય કદાચ કેઈ શુભ ભાવ વખતે સદ્ગતિનું બાંધ્યું હોય તે ય આ દુષ્ટ બુદ્ધિના બાંધેલા જાલિમ પાપ ભયંકર રીતે નડે. શ્રીપાલ, હરિશ્ચંદ્ર, નળ, રામસીતા વગેરેને પૂર્વના પાપ નડ્યાં ને ? મોટા તીર્થંકર પાર્વપ્રભુને મનુષ્યપણાના ભવે ભવે તે કોઈ પૂર્વના પાપ અંતકાળે ઘેર રીતે કેવા નડ્યા ! એ તે જાગ્રત હતા, સદ્બુદ્ધિ ઘડેલી હતી એટલે દુષ્ટતા ન આવવા દીધી પણ જુના પાપના ઉદયે એમને મરણત કષ્ટ આપ્યાને ? માટે જ આ તૈયારી આજથી જ કરવા માંડે કે નથી ને ક્યારેક કઈ તેવા ભૂખ રેગ અકસ્માત વિગેરેનું કારમું કષ્ટ ઉભું થાય તે તે વખતે બુદ્ધિ બગડે નહિ તે માટે અત્યારથી જ બુદ્ધિને સતત શુભ વિચારણ, શુભભાવના અને ભલી લાગણીઓથી ઘડયે જઇએ. બુદ્ધિ ઘડ્યા વિના સદ્ધર નહિ બને. મલિન તુચ્છ વિચારોથી ઘડાયેલી બુદ્ધિ તેવી જ મેલી ત૭ તરીકે સદ્ધર રહેવાની. પછી અવસરે એવું જ પિત પ્રકાશવાની.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy