SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન વિષયસુખના રાગ ન જોઇએ. જીવા પર દ્વેષ ન જોઇએ. ૨૭૭ અકારણભૂત પૈસા-પ્રતિષ્ઠા વગેરેને કારણુ માની લઈ એની આશંસા રાખવાની મૂઢતા ન જોઇએ. બાકી રાગાદિ વિકારે શમાવવાની ઈચ્છા, કષાય–મુક્ત થવાની તાલાવેલી, કર્મ –નિર્જરા કરવાની કામના, ગુણસ્થાનકમાં આગળ વધવાની અપેક્ષા, જિનશાસનની જિનચરણની સેવાની અભિલાષા, એ કેાઇ પાપ આશંસા નથી, પાપ ઇચ્છારૂપ નથી. ઉલ્યુ, એમાં તે નિરિચ્છ-નિરીહ નિઃસ્પૃહ બનવાની ઈચ્છા છે, ઈચ્છામાત્રના અભાવ થાય એવી કામના છે. એટલે એ અનિચ્છાની ઇચ્છા એ શુદ્ધ નિરાશ સભાવ છે. એમાં આગળ વધતાં વધતાં એવી દશા આવીને ઊભી રહે છે કે પછી કાઈ જ ઈચ્છા નહિ, મેાક્ષની પણ ઇચ્છા નહિ ને સંસારની પણ ઈચ્છા નહિ, પણ તે આ વિશુદ્ધ કામનાથી ધમ માં આગળ વધતાં બને; પણ પાપઇચ્છાથી ધમ કરતાં નહિ કે આ આત્મકલ્યાણના લક્ષ વિનાની ગતાનુગતિક ધર્મ પ્રવૃત્તિથી ન બને. જે અંતે જોઇએ છે તેના અંશ હાલ નથી જોઇતા ? આત્મ કલ્યાણ, કમ નિર્જરા, રાગાદિ વિકાર-શમન, ષાય–ઉપશમ, જિનચરણ સેવા, વગેરેનું લક્ષ, વગેરેની
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy