SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ગુરુ છદ્મસ્થ, શિષ્ય કેવળજ્ઞાની ! – બસ, જિજ્ઞાસા હવે વધતી ચાલી. સાથે અનુમોદના તે લાગેલી જ છે, કેવા સુંદર લોકેત્તર પરમાત્મા મળશે ! પરમાત્મતત્ત્વ ખરેખર કેટલું ઉમદા હાથમાં આવશે ! એના તરફ દષ્ટિ પડી ધન્ય જીવન ! ધન્ય તત્વ બતાવનાર ગુરુ!” જિજ્ઞાસા અને અનુમોદના બંને વધતી ચાલી. એ ગુણ વિકસતા રહેવા ઉપર શુભ અધ્યવસાય પ્રબળ પ્રબળતર બનતા ચાલ્યા! એવા કે ક્રમશઃ ચડતાં કાયા સુદ્ધાં પર પણ અનાસક્તભાવ ઊભું થઈ ગયા. તે એટલે જોરદાર બની ગયે, કે (૧) પાંચસે ને પારણું કરતાં કરતાં, (૨) પાંચસોને દૂરથી દેવદુંદુભિનાદ સાંભળતાં અને સમવસરણ જોતાં, તથા (૩) પાંચસેને સમવસરણના પગથિયે પ્રભુની મધુર વાણુને રણકાર સાંભળતાં સીધે શુકલધ્યાનને અધ્યવસાય અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયુંએ વીતરાગ સર્વજ્ઞ બની ગયા! ગુરુ ગીતમસ્વામી હજી એમજ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા છે, અને આ નૂતન શિષ્ય કેવળજ્ઞાની બની ગયા ! કેમ? કારણ આ જ, કે શિષ્યને તત્ત્વની જિજ્ઞાસા અને તત્ત્વ-માર્ગની અનુમોદના ગુણ જવલંત વિકસિત થવાથી શુભ અધ્યવસાય શુફલધ્યાને પહોંચાડે એ પ્રબળ. બની ગયા. સમરાદિત્ય મહાત્માને સમતા-સહિષ્ણુતાના ગુણવિકાસ દ્વારા શુભ અધ્યવસાય એ જ પ્રબળ બની ગયે. દુશમન અગ્નિશર્માને જીવ અહીં ગિરિસેન ચંડાળ થયે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy